Surat : દરેક ચૂંટણીમાં સરકારનું નાક દબાવતા કાપડ વેપારીઓને ટેક્સ્ટાઇલ મંત્રીએ ખંખેર્યા, પુછ્યુ, ચૂંટણી આવે ત્યારે જ જીએસટીની સમસ્યા ઉભી થાય છે?

દર્શના જરદોષે વધુમાં ઉમેર્યું હતું કે જયારે ચૂંટણીઓ આવે ત્યારે જ કાપડ ઉધોગને આવા પ્રશ્નો નડે છે. દરેક સમસ્યાનો વાતચીતથી ઉકેલ શક્ય છે. અમે આ રજૂઆતો જીએસટી કાઉન્સિલ સુધી લઇ જઈશું. સમસ્યાઓ તો આવતી જ રહે છે, આગળ જોઈએ શું થાય છે.

Surat : દરેક ચૂંટણીમાં સરકારનું નાક દબાવતા કાપડ વેપારીઓને ટેક્સ્ટાઇલ મંત્રીએ ખંખેર્યા, પુછ્યુ, ચૂંટણી આવે ત્યારે જ જીએસટીની સમસ્યા ઉભી થાય છે?
Memorandum for GST
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 6:20 PM

સુરત(Surat ) શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરનું જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેક્ચર્સ માટેનું એક્ઝિબિશન(Exhibiton ) સરથાણા ખાતે કન્વેનશન સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે (Darshna Jardosh ) વધુ એક વખત કાપડ વેપારીઓને રોકડો જવાબ પરખાવ્યો છે. 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દર્શના જરદોશ આજે જયારે એક્ઝિબિશનના ઓપનિંગ માટે પહોંચ્યા ત્યારે તે પહેલા ગેટ પર જ ફોસ્ટાના સભ્યોએ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવા સામે તેઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આવું કરવાથી કાપડ ઉધોગ પર કેવી અસર પડશે તેની માહિતી અને ચિતાર પણ આપ્યો હતો.

વેપારીઓનું કહેવું હતું કે કોરોના બાદ માંડ માંડ ઉધોગ બેઠો થઇ રહ્યો છે તેવામાં આ જીએસટીનો માર વેપારીઓ નહીં સહન કરી શકે. બીજું કે સૌથી પહેલા વેપારીઓનો જીએસટી સામે જ વિરોધ હતો. અને હવે જીએસટી 5 ટકાથી સીધું 12 ટકા કરવામાં આવશે તો બેરોજગારી વધી જશે, અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે તેવું ઉમેર્યું હતું.

તો આજે દર્શના જરદોષે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કાપડ ઉધોગમાં જે સમસ્યાઓ છે તેના માટે ખુદ કાપડ ઉધોગ જ જવાબદાર છે. બીજી તરફ ડાયમંડ ઉધોગની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું હતું કે ડાયમંડ ઉધોગ હંમેશા એકજુથ રહે છે જેનો તેમને ફાયદો પણ થાય છે. દર્શના જરદોશે વધુમાં ઉમેર્યું હતું કે જયારે ચૂંટણીઓ આવે ત્યારે જ કાપડ ઉધોગને આવા પ્રશ્નો નડે છે.

તેઓએ એ પણ કહ્યું હતું કે દરેક સમસ્યાનો વાતચીતથી ઉકેલ શક્ય છે. અમે આ રજૂઆતો જીએસટી કાઉન્સિલ સુધી લઇ જઈશું. સમસ્યાઓ તો આવતી જ રહે છે, આગળ જોઈએ શું થાય છે. વધુમાં તેઓએ હીરાઉધોગના વિકાસને નવીપાંખો મળી રહે તે માટે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનૅશન સ્તરની સુવિધાઓ ઉભી કરીને મહત્તમ દેશો સાથે એર કનેક્ટિવિટી વધારવામાં આવશે.

નોંધનીય છે કે જીએસટી મુદ્દે ભેખડે ભેરવાયેલા કાપડઉધોગના અગ્રણીઓ દ્વારા હવે આગામી સોમવારના રોજ સાંજે પાંચ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોસ્ટા અને ફોગવા સહિતના તમામ અગ્રણીઓ હાજર રહીને કાપડ ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થનાર જીએસટી મુદ્દે આગામી લડતની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન દૂર કરવા 5 કરોડની જોગવાઈ, 60 ટકા અછત થશે દૂર

આ પણ વાંચો : Surat : દાનનો પ્રવાહ, પરિવારનું અકસ્માતમાં મોત થતા નોધારી બનેલી દીકરીઓને 12 લાખ રૂપિયાની સહાય

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">