AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વીજ ખર્ચનું ભારણ ઘટાડવા સુરત કોર્પોરેશન 10 મેગા વોટનો સોલર પ્લાન્ટ સ્થાપશે, આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રયાસ

સુરત મહાનગરપાલિકા વર્ષે દહાડે વીજ પુરવઠા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આ ખર્ચનું ભારણ હળવું કરવા માટે સુરત મહાનગરપાલિકા કુદરતી ઉર્જા તરફ આગળ વધી રહી છે. સુરત મનપાએ વર્ષ 2010 માં 22 કરોડ રૂપિયાના ખર્ચે 3.75 મેગા ક્ષમતાનો પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટ કચ્છમાં સ્થાપિત કર્યો હતો. આ પ્લાન્ટ પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. જે સરભર થઇ ગયો છે. 

Surat : વીજ ખર્ચનું ભારણ ઘટાડવા સુરત કોર્પોરેશન 10 મેગા વોટનો સોલર પ્લાન્ટ સ્થાપશે, આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રયાસ
Surat: Surat Corporation will set up a 10 MW solar plant to reduce the burden of electricity costs
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 8:11 AM
Share

વીજ ખર્ચનું (light bill )ભારણ ઘટાડવા માટે સુરત મહાનગરપાલિકા(Surat municipal corporation ) 10 મેગા વોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ                (solar plant )સ્થાપિત કરશે. સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં આ પ્લાન્ટ માટે રૂ. 64.46 કરોડનો અંદાજ પણ મંજુર કરવામાં આવ્યો છે. 

સુરત મહાનગરપાલિકા વર્ષે દહાડે વીજ પુરવઠા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. આ ખર્ચનું ભારણ હળવું કરવા માટે સુરત મહાનગરપાલિકા કુદરતી ઉર્જા તરફ આગળ વધી રહી છે. સુરત મનપાએ વર્ષ 2010 માં 22 કરોડ રૂપિયાના ખર્ચે 3.75 મેગા ક્ષમતાનો પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટ કચ્છમાં સ્થાપિત કર્યો હતો. આ પ્લાન્ટ પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. જે સરભર થઇ ગયો છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાને વીજ ઉત્પાદનથી કરોડો રૂપિયાની આવક પણ થઇ છે. ત્યારબાદ મહાનગરપાલિકાએ તબક્કાવાર કચ્છ નખત્રાણા ખાતે 8, પોરબંદર ખાતે 5 અને જામનગર ખાતે 4 મળીને અંદાજે 320 કરોડ રૂપિયાના ખર્ચે કુલ 17 જેટલા પ્લાન્ટ સ્થાપિત કર્યા છે. આ સાથે જ મનપા હવે મનપાની વિવિધ મિલ્કતો પર પણ સોલાર પ્લાન્ટ ગોઠવીને આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે.

સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં 10 મેગા વોટ ક્ષમતાનો વધુ એક સોલર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 64.46 કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટના મેઇનટેનન્સ પાછળ 10 વર્ષે 3 કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. 10 મેગા વોટના સોલાર પ્લાન્ટ માટે મહાનગરપાલિકા ગુજરાતના કોઈપણ સ્થળે 40 એકર જગ્યા ભાડેથી મેળવશે.

ત્યારબાદ પ્લાન્ટની જાળવણીની જવાબદારી ખાનગી એજન્સીને સોંપવામાં આવશે, પ્લાન્ટમાંથી જે વીજળી ઉત્પાદન કરવામાં આવશે તે વીજળીનું વેચાણ કરી જગ્યાનું ભાડું ચુકવવામાં આવશે. વર્ષે દહાડે 17 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરીને મહાનગરપાલિકા 9.50 કરોડની આવક કરશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. લાઈટ એન્ડ ફાયર સમિતિની બેતજકમાં 10 મેગા વોટ સોલાર પ્લાન્ટને લીલી ઝંડી આપવામાં આવી છે.

આ પણ વાંચો :  સુરતમાં તહેવારો પૂર્વે માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

આ પણ વાંચો : Surat: ઓફિસમાં 10 થી 15 કર્મીઓ કરતા હતા કામ, ચોર ફિલ્મી ઢબે પાછલા દરવાજાથી 90 લાખ ઠામી ગયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">