Surat : સુરત એરપોર્ટ ધમધમવા લાગ્યું, ગો ફર્સ્ટ દ્વારા હવે ગોવા અને જયપુરની ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી

ગો ફર્સ્ટ એરલાઇન્સના ઓફિસરોએ મુંબઇની સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે તૈયારી બતાવવામાં હતી. પરંતુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ જણાવ્યું હતું કે દર પંદર મિનિટે સુરતથી મુંબઇની ઘણી ટ્રેનો ઉપડે છે.

Surat : સુરત એરપોર્ટ ધમધમવા લાગ્યું, ગો ફર્સ્ટ દ્વારા હવે ગોવા અને જયપુરની ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી
Surat: Surat Airport is throbbing: Go First is now preparing to start flights to Goa and Jaipur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 4:47 PM

સુરતીઓને હવે વધુને વધુ ફ્લાઈટનો ફાયદો મળી રહ્યો છે. તેવામાં હવે ગો ફર્સ્ટ એરલાઇન્સ ગોવા અને જયપુરની ફ્લાઇટ ઓપરેટ કરવાની તૈયારી શરૂ કરી રહી છે. ગો ફર્સ્ટ એરલાઇન્સના અધિકારીઓ એ શહેરની મોટી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની સાથે એક બેઠક કરી હતી. જેમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ મળીને ગોવા અને જયપુરની સીધી ફ્લાઇટ તેમજ લખનઉ, હૈદરાબાદ અને ચેન્નાઇ સહિતના જુદા જુદા શહેરોની વન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની માંગ મૂકી હતી.

જેથી ગો ફર્સ્ટ એરલાઇન્સના ઓફિસરોએ જણાવ્યું હતું કે ગોવા અને જયપુરની ડાયરેક્ટ ફ્લાઇટ તેમના પ્લાનિંગમાં છે અને તેને પણ ટૂંક સમયમાં જ શરૂકરવામાં આવશે.. આ પછી ગો ફર્સ્ટ એરલાઇન્સના ઓફિસરોએ મુંબઇની સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે તૈયારી બતાવવામાં હતી. પરંતુ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ જણાવ્યું હતું કે દર પંદર મિનિટે સુરતથી મુંબઇની ઘણી ટ્રેનો ઉપડે છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી બસ તેમજ ખાનગી કાર પણ મુંબઇ જવા માટે સસ્તી પડે છે. જેથી ફ્લાઇટના પેસેન્જર મળવા ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.તેવી વાત શહેરની જાણીતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા જણાવવામાં આવી છે.

 6 મહિનામાં પેસેન્જરોની સંખ્યા 15 હજારથી 87 હજાર પર પહોંચી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા જ હવે હવાઇ મુસાફરોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા છ મહિનાની જ વાત કરીએ તો સુરત એરપોર્ટથી અવર જવર કરતા પેસેજનજરની સંખ્યા 15 હજારથી સીધી જ 87 હજાર પર પહોંચી ગઈ છે. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં સુરત એરપોર્ટ પર 894 ફ્લાઇટનું ઓપરેશન થયું છે. જેમાં કુલ 87,051 પેસેન્જરોની અવર જવર નોંધાઈ છે. નોંધનીય છે કે મે મહિનામાં સુરત એરપોર્ટથી 15,381 પેસેન્જરોની અવર જવર થઇ હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળેલા પેસેન્જરના આંકડા પર નજર કરીએ તો

મહિનો                                                       પેસેન્જરો મે-2020                                                      1,616 જૂન-2020                                                   9,343 જૂલાઈ-2020                                               8,858 ઓગસ્ટ-2020                                            18,792 સપ્ટેમ્બર-2020                                         44,841 ઓક્ટોબર-2020                                       57,642 નવેમ્બર-2020                                           67,952 ડિસેમ્બર-2020                                         74,415 જાન્યુઆરી-2021                                       87,227 ફેબ્રુઆરી-2021                                         96,949 માર્ચ-2021                                                96,086 એપ્રિલ-2021                                            48,089 મે-2021                                                     15,381 જૂન-2021                                                  28,581 જૂલાઇ-2021                                             54,630 ઓગસ્ટ-2021                                            77,790 સપ્ટેમ્બર-2021                                         79,815 ઓક્ટોબર-2021                                     87,008

આમ, કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ મુસાફરીની સંખ્યામાં ઘટાડો જરૂર નોંધાયો હતો. પણ આ લહેર ઓસર્યા પછી હવે આંકડા પરથી જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ ફરી એકવાર ધમઘમતું થયું છે. જેના કારણે હવે વિવિધ એરલાઇન્સ કંપનીઓ દ્વારા પણ અલગ અલગ શહેરોમાં ફ્લાઇટો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રસી નહીં તો પ્રવેશ નહીં ! સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો : સુરત : ગઠીયાએ કેટલી આસાનીથી મોબાઇલ સેરવી લીધો, ચોરની ચાલાકી સીસીટીવીમાં કેદ થઇ

Latest News Updates

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">