Surat : શ્રાવણ મહિનો સુરત જિલ્લાના આદિવાસી લોકો માટે આશીર્વાદ સમાન, બીલીપત્રોના વેચાણ થકી કરે છે કમાણી
શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથની આરાધના અને પૂજાનો મહિનો છે. પણ આ મહિનો ઘણા લોકોને રોજગારી પણ પુરી પાડે છે. સુરત જિલ્લામાં વસતા આદિવાસીઓ આ એક મહિનામાં બિલિપત્રોનું વેચાણ કરીને કમાણી કરે છે. તેમના માટે આ મહિનો સારા રોજગારનો મહિનો છે.
શ્રાવણ મહિનો (Shravan Month ) ભગવાન શિવની આરાધના માટેનો પવિત્ર માસ ગણવામાં આવે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે.કહેવાય છે કે ભગવાન શિવ ને બીલીપત્ર પ્રિય છે તેથી જ તેમની આરાધના માટે બીલીપત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે.શ્રાવણ ની શરૂઆત સાથે જ સુરત જિલ્લા જંગલો માંથી મોટી સંખ્યા માં બીલી પત્ર (Bilva Patra) નો મોટો જથ્થો આવાની શરૂઆત થઈ જાય છે અને આજ બીલીપત્ર થકી આ જંગલોના આદિવાસી લોકો આ મહિના માં કમાણી કરે છે.
શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે મંદિરોમાં લોકો ભગવાન શિવની પૂજા બીલીપત્ર થી કરે છે જોકે આ બીલીપત્ર સુરત જિલ્લા માં આવેલ માંડવી તાલુકા ના દક્ષિણ ભાગના પીપલવાળા રેન્જ, ખોડમબા રેન્જ, જેતપુર રેન્જ, લખગામના જંગલોમાં મોટી સંખ્યામાં બીલી પત્રના વૃક્ષો આવેલા છે.અને આ જ જંગલો માંથી આજુબાજુ માં વસતા આદિવાસીઓ આ બીલીપત્રો તોડી લાવીને સુરત મોકલે છે.
આ અંગે માંડવી દક્ષિણ વિભાગ ના ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું કે”માંડવી દક્ષિણ વિભાગ ના અલગ અલગ રેન્જ ના જંગલો માં મોટી સંખ્યા માં બીલી પત્ર ના વૃક્ષો આવેલા છે.આ વૃક્ષો વન વિભાગ ની સંપત્તિ હોવાથી ગામવાસીઓ ને પરવાનગી આપવામાં આવે છે.એમાં પણ એ લોકો એ વન્ય સંપત્તિ ને નુકશાન ના થાય તે રીતે આ કામગીરી કરવાંની હોય છે.હાલ માં ખોડમબા રેન્જ ના પૂજા સિંહ આ ગામવાસીઓ સાથે મળીને તેઓ ને મદદરૂપ થાય છે .શ્રાવણ માસ માં આદિવાસી લોકો સારી એવી કમાણી કરે છે.
આનંદી બેન વસાવા અને તેમનો પરિવાર શ્રાવણ માસ માં બીલી પત્રો જંગલો માંથી લાવી વેચે છે અને મહિને 15 થી 20 હજાર કમાણી કરે છે .તેઓ કહે છે કે શ્રાવણ મહિનામાં અહીં આજુબાજુના ગામના બહેનો સવાર અને સાંજ બીલી પત્ર તોડવા જતા હોય છે .ત્યારબાદ દરેક બહેનો ઘરે ઘરે તેની ગડી બનાવીને સુરત વેચવા માટે મોકલવામાં આવે છે. શ્રાવણ મહિના માં મોટાભાગની બહેનો આજ કામ કરે છે. અહીંના જંગલખાતા તરફથી પણ અમને આ કામમાં સારો એવો સપોર્ટ મળે છે. અહીંના જંગલો માંથી એકત્ર થતા બીલી પત્રનો નો મોટો જથ્થો શ્રાવણ મહિના દરમિયાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માં જાય છે.
આ પણ વાંચો :