Surat : નર્મદ યુનિવર્સીટીનો પદવીદાન સમારંભ 24મીએ, શિક્ષણમંત્રી રહેશે હાજર
કોરોનાના કેસો ઓછા થયા બાદ હવે આ વર્ષે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ ઓફલાઈન યોજાવા જઈ રહ્યો છે. તારીખ 24 ઓગસ્ટના રોજ બપોરે 12 કલાકે યુનિવર્સીટીના કન્વેનશનલ હોલમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા હાજર રહેશે.
Surat સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો(Veer Narmad South Gujarat University )52 મો પદવીદાન સમારંભ આગામી તારીખ 24 ઓગસ્ટના રોજ યોજવામાં આવનાર છે. એમ.ફીલ અને 2 અને પીએચડીમાં 26 પદવી મળીને કુલ 4622 પદવીઓ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા હાજર રહેશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા દર વર્ષે પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. જેમાં યુનિવર્સીટીમાંથી ઉતીર્ણ થઈને ડિગ્રી લઈને નીકળતા વિદ્યાર્થીઓને અભિવાદન કરવામાં આવે છે. આ વર્ષે પણ યુનિવર્સીટીનો આ ખાસ પદવીદાન સમારોહ કવિ નર્મદ જયંતીના દિવસે એટલે કે 24 ઓગસ્ટ ના રોજ યોજવામાં આવનાર છે. ગયા વર્ષે કોરોનાના કારણે પદવીદાન સમારોહ ઓનલાઇન જ યોજવામાં આવ્યો હતો.
જોકે, આ સમયે કોરોનાના કેસો ઓછા થતા બધું જયારે પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે આ વર્ષનો પદવીદાન સમારોહ ઓફલાઈન યોજવામાં આવશે. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે. 24 ઓગસ્ટના રોજ યુનિવર્સીટીના કન્વેનશનલ હોલમાં બપોરે 12 કલાકે આ સમારોહ યોજવામાં આવનાર છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની વિવિધ 11 વિદ્યાશાખાના સ્નાતક, અનુસ્નાતક અને પી.જી. ડિપ્લોમાના 58 અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. એમ.ફિલમાં બે અને પી.એચ.ડી.માં 26 એમ કુલ મળીને 4622 પદવીઓ એનાયત કરવામાં આવનાર છે.
જોકે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી જયારે આ સમારોહમાં હાજર રહેવાના છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ચાલુ વર્ષે ઘણી ઉપલબ્ધીઓની લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે લક્ષદ્વિપ કોલેજ સાથે યુનિવર્સીટીનું જોડાણ, યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની સરળતા માટે શરૂ કરવામાં આવેલ ચેટ બોટ સહીત તમામ ઉપલબ્ધીઓ પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.
કોરોના પછી પહેલીવાર જયારે ઓફલાઈન પદવીદાન સમારોહ યોજાવાનો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પણ આ સમારોહને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.