AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : બીજી લહેર દરમિયાન રેમડેસિવિરની અછત સર્જાઇ હોવાનો ખુલાસો, RTIમાં બહાર આવી હકીકત

સુરત અને જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે સર્જાયેલા ઇન્જેક્શન ઓની અછતના મુદ્દે ઘટસ્ફોટ કરવામાં આવતા ચકચાર મચી છે.સહકારી આગેવાન અને કોંગ્રેસના વિપક્ષીનેતા દર્શન નાયકના જણાવ્યા મુજબ બીજા તબક્કાની મહામારી દરમિયાન શહેરની એક પણ હોસ્પિટલ ખાલી ન હતી.

SURAT :  બીજી લહેર દરમિયાન રેમડેસિવિરની અછત સર્જાઇ હોવાનો ખુલાસો, RTIમાં બહાર આવી હકીકત
Ramdesivir shortage revealed during second wave, a fact revealed in RTI
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 05, 2021 | 9:14 PM
Share

SURAT : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં સુરત સહિત સમગ્ર રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું હતું. કોરોના સંક્રમણના ભોગ બનેલા અને હોસ્પિટલોમાં સારવાર ગ્રસ્ત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો માટે રીતસરના આજીજી કરવા સાથે આમતેમ દોડી રહ્યા હતા.

આ અત્યંત બિહામણા દ્રશ્યો બાદ હવે બીજા તબક્કાની કોરોના મહામારી દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનના પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી. તેવું સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા કરવામાં આવેલ RTI માં ખુલાસો થયો છે.

સુરત અને જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે સર્જાયેલા ઇન્જેક્શન ઓની અછતના મુદ્દે ઘટસ્ફોટ કરવામાં આવતા ચકચાર મચી છે.સહકારી આગેવાન અને કોંગ્રેસના વિપક્ષીનેતા દર્શન નાયકના જણાવ્યા મુજબ બીજા તબક્કાની મહામારી દરમિયાન શહેરની એક પણ હોસ્પિટલ ખાલી ન હતી. હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી હતી.

બીજી તરફ માત્ર ૨૨ દિવસ દરમિયાન સુરત શહેર જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર ગ્રસ્ત દર્દીઓ માટે આવશ્યક 83 હજારથી વધુ રેમડેસિવીર ઇન્જેક્શનની સામે કલેકટર દ્વારા માત્ર 50 હજાર જેટલા ઇન્જેક્શન ની ફાળવણી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. 32 હજાર કરતા ઓછા રેમડેસિવીર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવતા દર્દીઓને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો હશે એના ઉપરથી જ અંદાજ આવી રહ્યો છે.

શહેર-જિલ્લામાં સારવાર ગ્રસ્ત દર્દીઓ માટે કેટલા ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી હતી. તે મુદ્દે આરટીઆઇ કરતા ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. 21મી એપ્રિલથી 13 મેં એટલે કે 22 દિવસ દરમિયાન સુરત શહેરમાં કોરોના મહામારીએ ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને શહેરીજનો રીતસરના ફફડી ઉઠયા હતા. ખાનગી તો ઠીક પરંતુ સરકારી અને અર્ધસરકારી હોસ્પિટલોના દરવાજા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બંધ કરી દેવાયા હતા.

અને ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ હતી. દર્દીઓ માટે આવશ્યક એવા આ ઇન્જેક્શનો માટે પરિજનો આખો દિવસ એક-એક ઇન્જેક્શન માટે કતારો લગાવી ભૂખ્યા-તરસ્યા ઉભા રહેતા હતા. આ સ્થિતિમાં શહેરની હોસ્પિટલો દ્વારા 22 દિવસ દરમિયાન કુલ 83,573 રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ કરવામાં આવી હતી. જે પૈકી કલેકટર દ્વારા માત્ર 50,689 ઇન્જેકશનની જ ફાળવણી હોસ્પિટલોને કરવામાં આવી હતી. આમ 32 હજારથી ઓછા ઇન્જેક્શનો હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યંત મહત્ત્વપૂર્ણ એવા જીવન રક્ષક ઇન્જેક્શનની અછતને પગલે માત્ર સુરત જ નહીં. પરંતુ સમગ્ર રાજ્યમાં નકલી ઇન્જેક્શન અને ઇન્જેક્શનના કાળા બજારના વેલાનો ભારે વિવાદ ઊઠયો હતો. હોસ્પિટલોના તબીબો જ નહીં પરંતુ લેબ. લેભાગુ તત્વો દ્વારા પણ રેમડેસિવીર ઇન્જેક્શન ના નામે ગરજાઉ અને ગરીબ પરિવારજનો પાસેથી ધરાર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી.

ત્યારે હવે સમગ્ર વાસ્તવિકતા નો ચિતાર નજરે પડી રહ્યો છે કે માત્ર 22 દિવસોમાં કુલ જરૂરિયાત સામે ૩૨ હજાર કરતા ઓછા રેમડેસિવીર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવતા દર્દીઓને કેટલી હાલાકીનો સામનો કરવો પડ્યો હશે એના ઉપરથી જ અંદાજ આવી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">