સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે પ્રિઝન ઓલમ્પિક ગેમ્સનું આયોજન, કેદીઓમાં ખેલદીલી અને ભાઇચારાની ભાવના કેળવાય તેવો હેતુ

સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે પ્રિઝન ઓલમ્પિક ગેમ્સનું આયોજન, કેદીઓમાં ખેલદીલી અને ભાઇચારાની ભાવના કેળવાય તેવો હેતુ
Surat: Prison Olympic Games for prisoners in Lajpore Jail

કેદીઓમાં ખેલદીલી અને ભાઇચારાની ભાવના કેળવાય અને કેદીઓનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સકારાત્મક અને તંદુરસ્ત રહે તેવા ઉમદા હેતુથી લાજપોર જેલમાં "પ્રિઝન ઓલમ્પિક -૨૦૨૧" નું આયોજન થયું

Baldev Suthar

| Edited By: Utpal Patel

Jan 09, 2022 | 4:11 PM

સુરતમાં (Surat) આવેલી લાજપોર જેલ (Lajpore Jail)અત્યારના સમયમાં આધુનિક કહેવાય છે. ત્યારે આ લાજપોર જેલમાં બંદીવાનો માટે પ્રિઝન ઓલમ્પિક ગેમ્સ (Prison Olympic Games)તથા સેકન્ડ D.G.PRISON ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ ફોટો કોઈ શહેરની કોલેજ કે સ્કૂલ કે ગ્રાઉન્ડના નથી પણ લાજપોર જેલની અંદર રહેલા કાચા કામના અને પાકા કામના બંદીવાનો અલગ અલગ ગેમો રમી રહ્યા છે.

આમ તો આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ કે કોઈ ગુનામાં વ્યક્તિને લાજપોર જેલમાં પોલીસે ધકેલવામાં આવ્યા. પણ આજે વાત કાંઈક અલગ છે. ત્યાં સુરતની આધુનિક કહેવાતી લાજપોર મધ્યસ્થ જેલ સુરતના સ્ત્રી -પુરૂષ બંદીવાનોમાં રમત-ગમતના ક્ષેત્રમાં જાગૃતિ આવે તેમજ કેદીઓમાં ખેલદીલી અને ભાઇચારાની ભાવના કેળવાય અને કેદીઓનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સકારાત્મક અને તંદુરસ્ત રહે તેવા ઉમદા હેતુથી લાજપોર જેલમાં “પ્રિઝન ઓલમ્પિક -૨૦૨૧” ની ફાઈનલ ગેમ્સ ૧૦૦ મીટર દોડ , ૨૦૦ મીટર દોડ , ૪૦૦ મીટર દોડ , રસ્સાખેંચ , વોલીબોલ , કેરમ , ચેસ , લીબું-ચમચી, કોથળા દોડ , લાંબી કૂદ તથા અન્ય રીક્રિએશનલ એક્ટીવીટીઝના ગેમો રમાડવામાં આવી હતી.

અને આખરે છેલ્લે આ તમામ ગેમોમાં જે વિજેતા બંદીવાનોને અધિક પોલીસ મહાનિર્દેશકોના વરદ હસ્તે ટ્રોફી , ગોલ્ડ મેડલ , સિલ્વર મેડલ , બ્રોન્ઝ મેડલ તેમજ પ્રશંસાપત્ર એનાયત કરી બંદીવાનોના ઉત્સાહમાં વધારો કરવામાં આવેલ હતો. તેમજ રાજ્યની તમામ જેલોના કર્મચારી / અધિકારીઓ વચ્ચે સદભાવના કેળવાય અને રમત ગમતને પ્રોત્સાહન મળે અને રમતવીરોના ઉત્સાહમાં વધારો થાય તેવા હેતુથી આ આયોજન થયું હતું. ઉપરાંત સુરત શહેરના ડી.સી.પટેલ ગ્રાઉન્ડ ખાતે 2nd D.G.Prison_Cup Cricket Tournament માં અલગ-અલગ ૦૬ ( છ ) ઝોન વાઈઝ ટીમો બનાવી મેચોને રમાડવામાં આવેલ હતી.

જે ૦૬ ( છ ) ઝોનની ટીમ પૈકીની સુરત ઝોનની ટીમ વિજેતા થયેલ અને D.G.PRISON ક્રિકેટ ટુર્નામેન્ટ કપમાં વિજેતા થવા બદલ ટુર્નામેન્ટ ટ્રોફી અધિક પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.એન. રાવના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ. અને રનર-અપ ટીમોને ટ્રોફીઓ આપીને તેમના ઉત્સાહમાં વધારો કરેલ હતો. સાથે આ રમતોત્સવનું લાજપોર જેલમાં DYSP નારવાડે દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી જેલમાં પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી. આ આયોજનમાં ગેમ રમતા તમામ બંદીવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad : બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી

આ પણ વાંચો : Ahmedabad: ચાઈનીઝ કંપનીઓ ઉપર રજીસ્ટ્રાર ઓફ કંપનીએ કસ્યો સંકજો, સ્થાનિક ડાયરેક્ટર બનાવી મની લોન્ડરિંગ કર્યાનું કૌભાંડ આવ્યું સામે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati