AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે

સુરતમાં રાંદેર વિસ્તારમાં 3, કતારગામ ઝોનમાં 1, અઠવા ઝોનમાં 6, ઉધના ઝોનમાં 4 અને વરાછા ઝોનમાં 2 મળીને કુલ 13 નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે.

Surat : નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે
Surat: New fire station to be opened in Pune area in October, 13 more fire stations approved
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 3:40 PM
Share

સુરત ફાયર વિભાગ(Surat Fire Department ) હવે વધારે સજ્જ થઇ રહ્યું છે. શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને હવે વધારાના 13 ફાયર સ્ટેશન(Fire Station ) બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે જ ફાયર ફાઇટિંગ માટે જરૂરી મહેકમ પણ ઉભા કરવાની દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં ફાયર ફાઇટિંગ માં મદદરૂપ થઇ રહે તેવા અત્યાધુનિક સાધનો પણ વસાવવાની દિશામાં કોર્પોરેશને કામગિરી શરૂ કરી દીધી છે.

આવનારા ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં પુણા ગામ વિસ્તારમાં આવેલા પુણા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ફાયરસ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. હાલ સુરતમાં 16 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત છે. અને હજી બીજા નવા 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી પુણા વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તેવી સંભાવના છે.

ફાયર વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરી બાબતે મેયર અને સબંધીત ફાયર અધિકારીઓ વચ્ચે એક બેઠક પણ મળી હતી. વિવિધ કેટેગરીની 1055 શીડ્યુલ્ડ પૈકીની જગ્યામાંથી હાલ 902 જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. જયારે અન્ય જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ પર પણ ભરતી કરવાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે.

શહરમાં આયોજન હેઠળના નવા ફાયર સ્ટેશનો બાબતે સ્ટાફની જરૂરિયાત બાબતની દરખાસ્ત પર સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. ફાયર વિભાગના કુલ 48 ડ્રાઈવરો પૈકી માત્ર 20 ડ્રાઇવરોને જ યુનિફોર્મ મળ્યા છે. ડ્રાઈવર, ક્લીનર, માર્શલ, લીડર, જમાદારને દોઢ વર્ષથી યુનિફોર્મ મળ્યા નથી. અને ઝડપથી તેઓ તમામને પણ યુનિફોર્મ ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે.

આમ, શહેરમાં વસ્તી અને વ્યાપ વધતા ફાયર સ્ટેશનોની સંખ્યા અને ફાયર સ્ટાફ વધારવો એ સમયની માંગ હતી. જેને પુરી કરવા માટે હવે સુરત મહાનગરપાલિકાએ કામગીરી આરંભી છે. સુરતમાં રાંદેર વિસ્તારમાં 3, કતારગામ ઝોનમાં 1, અથવા ઝોનમાં 6, ઉધના ઝોનમાં 4 અને વરાછા ઝોનમાં 2 મળીને કુલ 13 નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. તેના માટે જરૂરી મહેકમ અંગેની પણ રજુઆત કરી દેવામાં આવી છે. અને કેટલીક જગ્યાઓ પર તો ભરતી ની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન, મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે

આ પણ વાંચો :

Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન

Follow Us
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">