Surat ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન, મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે
સુરતના ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરવામાં આવશે.આ ગરબામાં વેકસીનના બંને ડોઝ લીધા હોય એવા લોકોને જ પ્રાથમિકતા અપાશે.
સુરતના ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરવામાં આવશે. જો કે દર વર્ષે દર વર્ષે રોજ અહીં 7 થી 8 હજાર લોકો ગરબામાં જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે આ વર્ષે સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ લોકોને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
તેમજ આ ગરબામાં વેકસીનના બંને ડોઝ લીધા હોય એવા લોકોને જ પ્રાથમિકતા અપાશે. જેના લીધે કોરોનાનો ફેલાવાનો ભય ના રહે. તેમજ સુરત ઉમિયાધામ ખાતે દર વર્ષે આઠમે યોજાતી મહાઆરતીમાં 25 હજાર કરતા વધુ લોકો જોડાતા હોય છે. આ વર્ષે આ સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે.
તેમજ ગરબાના આયોજનના પગલે ઉમિયાધામ મંદિરની બહેનો દ્વારા ગરબાની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા
આ પણ વાંચો: અમદાવાદમાં ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ માટે કોર્પોરેશન 231 કરોડનો ખર્ચ કરશે, ટેન્ડર બહાર પડાયા
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
