સુરતમાં કોરોનાનાં અઢળક કેસો વચ્ચે અઠવાલાઇન્સ જનસેવા કેન્દ્ર ભગવાન ભરોસે, જોવા મળ્યો સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ

એકતરફ કોરોનાના કેસો સુરત મનપા તંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સૌથી વધારે કેસો પણ હાલ શહેરના અઠવા ઝોન વિસ્તારમાં નોંધાયા છે. ત્યાં આજે સવારે અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા જનસેવા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટનસિંગનો પારાવાર અભાવ જોવા મળ્યો હતો. જનસેવા કેન્દ્રમાં લોકો અલગ અલગ દાખલા કઢાવવા માટે આવતા હોય છે. કોરોનાની મહામારીમાં અનલોક […]

સુરતમાં કોરોનાનાં અઢળક કેસો વચ્ચે અઠવાલાઇન્સ જનસેવા કેન્દ્ર ભગવાન ભરોસે, જોવા મળ્યો સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ
સુરતમાં કોરોનાનાં અઢળક કેસો વચ્ચે અઠવાલાઇન્સ જનસેવા કેન્દ્ર ભગવાન ભરોસે, જોવા મળ્યો સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ
Parul Mahadik

| Edited By: Pinak Shukla

Sep 19, 2020 | 2:39 PM

એકતરફ કોરોનાના કેસો સુરત મનપા તંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સૌથી વધારે કેસો પણ હાલ શહેરના અઠવા ઝોન વિસ્તારમાં નોંધાયા છે. ત્યાં આજે સવારે અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા જનસેવા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટનસિંગનો પારાવાર અભાવ જોવા મળ્યો હતો.

જનસેવા કેન્દ્રમાં લોકો અલગ અલગ દાખલા કઢાવવા માટે આવતા હોય છે. કોરોનાની મહામારીમાં અનલોક થતા છૂટછાટ આપવામાં આવી છે. પણ તેનો ખોટો ફાયદો લોકો ઉઠાવી રહ્યા હોય તેવું આજે દેખાયું હતું. જનસેવા કેન્દ્ર પર દાખલા લેવા માટે આવેલા લોકો સોશિયલ ડિસ્ટનસિંગ વગર ઉભા રહેલા જ જોવા મળ્યા હતા.

એકતરફ મનપાનું આરોગ્ય વિભાગ અલગ અલગ ઝોનમાં ચેકીંગ કરીને સુપરસ્પ્રેડરોને રોકવા માટે કામ કરી રહી છે. જનજાગૃતિના બેનરો લગાવી રહી છે. કોરોનાની ગાઈડલાઈનનો અમલ નહિ કરતા લોકોને દંડ કરી રહી છે તો બીજી તરફ સરકારી કચેરીમાં જ તેનો અમલ નહિ થતો હોય તેવું દેખાઈ આવ્યું છે.

મીડિયા આજે અહીં પહોંચ્યા બાદ જનસેવા કેન્દ્રના સિક્યોરિટી સ્ટાફ અને પોલીસ દ્વારા તેમને છુટા પાડવામાં આવ્યા હતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati