Surat : દુબઇ ઇન્ટરનેશનલ એક્સ્પોમાં ઈ-ટ્રાન્સપોર્ટેશન વિષય પર મ્યુનિસિપલ કમિશનર આપશે પ્રેઝન્ટેશન

આગામી 3 નવેમ્બરના રોજ દુબઇ ખાતે યોજાઈ રહેલ ઇન્ટરનેશનલ એક્સ્પોમાં સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા ઈ-ટ્રાન્સપોર્ટેશન વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવનાર છે. દેશમાંથી 6 ઉચ્ચ અધિકારીઓની આ એક્સ્પોમાં પ્રતિનિધિ તરીકે મોકલવાની ભારત સરકારે પસંદગી કરી છે.

Surat : દુબઇ ઇન્ટરનેશનલ એક્સ્પોમાં ઈ-ટ્રાન્સપોર્ટેશન વિષય પર મ્યુનિસિપલ કમિશનર આપશે પ્રેઝન્ટેશન
Surat - Municipal Commissioner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 4:59 PM

સુરત (Surat) સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (Electric Vehicle Policy) 2021 ના ડ્રાફ્ટને સ્થાયી સમિતિએ (Standing Committee) મંજૂરી આપી દીધી છે. આગામી સામાન્ય સભામાં પોલીસીના ખરડાને મંજૂરી આપ્યા બાદ ત્યારપછીના બીજા મહિનાની પ્રથમ તારીખથી પોલીસીનો અમલ શરૂ કરશે. દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવનાર સુરત પ્રથમ મહાનગર પાલિકા બની છે, જે ગૌરવપૂર્ણ બાબત છે.

નોંધનીય છે કે આગામી 3 નવેમ્બરના રોજ દુબઇ ખાતે યોજાઈ રહેલ ઇન્ટરનેશનલ એક્સ્પોમાં સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા ઈ ટ્રાન્સપોર્ટેશન વિષય પર પ્રવચન આપવામાં આવનાર છે. દેશમાંથી 6 ઉચ્ચ અધિકારીઓની આ એક્સ્પોમાં પ્રતિનિધિ તરીકે મોકલવાની ભારત સરકારે પસંદગી કરી છે. જે પૈકી સુરત મનપા કમિશનર પાની દ્વારા ઈ-ટ્રાન્સપોર્ટેશન વિષય પર વિગતવાર છણાવટ રજૂ કરાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલીસીના ભાગરુપે શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવવામાં આવી છે. શહેરમાં 2024 ના અંત સુધીમાં 40 હાજર ઇલેક્ટ્રિક વાહનો રોડ પર દોડતા કરવાનું મહાનગર પાલીકાનું આયોજન છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, હવાનું પ્રદુષણ નિયંત્રિત કરવા અને તબક્કાવાર પ્રદુષણની માત્રામાં ઘટાડો કરવા મનપા દ્વારા લેવામાં આવી રહેલ અનેક વિધ પગલાંના ભાગરૂપે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી તૈયાર કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારાઓને પણ વિવિધ પ્રોત્સાહનો મળી રહે તે જરૂરી છે. સાથે જ ઇલેક્ટ્રિક વ્હીકલનો ચાર્જિંગ સ્ટેશનો તબક્કાવાર ઉભા કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા તાત્કાલિક અસરથી 50 ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે. જેના લોકેશન પણ નક્કી થઇ ગયા છે.

બીજી તરફ માસ ટ્રાન્સપોર્ટેશન સેવામાં સિટીબસ, બીઆરટીએસ બસની સાથે કોર્પોરેશન ઇલેક્ટ્રિક બસો તરફ પણ વળી છે. આ વર્ષના અંત સુધીમાં કોપોરેશન 100 જેટલી ઇલેક્ટ્રિક બસો શહેરના રસ્તા પર દોડતી કરશે. આમ, દેશમાં હાલ સુરત જ એકમાત્ર મહાનગર પાલિકા છે જેણે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી બનાવી છે અને ઝડપથી તેના અમલની દિશામાં અગ્રેસર પણ બની રહી છે.

દુબઇ ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ એક્સ્પોમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની આ જ બધા મુદ્દાઓને આવરી લઈને ઈ ટ્રાન્સપોર્ટેશન પર આખું પ્રેઝન્ટેશન રજૂ કરનાર છે. આમ, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈ-પોલિસી બાબતે સુરતનું નામ ચમકશે.

આ પણ વાંચો :પાટીલનો દાવો કેટલો સાચો? રખડતાં પશુઓના ત્રાસમાંથી સુરત મુક્ત થયાનો દાવો, જાણો ગ્રાઉન્ડ રિયાલિટી

આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">