સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
દિવાળીના તહેવારમાં બહાર જતાં લોકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીમાં બહાર જતાં લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
દિવાળીના તહેવારમાં કોરોનાના કેસો વધે નહીં તે માટે સુરત મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારમાં બહાર જતાં લોકો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીમાં બહાર જતાં લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. બહારગામ ગયા બાદ વતન પરત ફરતી વખતે 72 કલાક પહેલાનો RTPCR ટેસ્ટ માન્ય ગણાશે.દિવાળીમાં મોટાભાગના લોકો પોતાના વતન જતાં હોય છે તો કેટલાક લોકો દિવાળી વેકેશનમાં બહાર ફરવા જતાં હોય છે. બહાર ગામ જતા હોવાથી કોરોના સંક્રમણ ફેલાય તે શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા સર્તકતાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવાળીમાં હરવાફરવા જતા પહેલા સાવેચતી રાખજો, કોરોના હજુ ગયો નથી
નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેથી રાજયભરમાં લોકો દિવાળીના તહેવારમાં હરવાફરવા નીકળી રહ્યાં છે. પરંતુ, નિષ્ણાતો માની રહ્યાં છેકે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેને લઇને સુરત મનપા દ્વારા અગમચેતીના પગલા ભરાઇ રહ્યાં છે. જેથી કોરોના મહામારીના પ્રકોપ સામે બચાવ થઇ શકે. ત્યારે લોકોએ પણ હજુ સાવચેત રહેવાની જરૂર છે. નહીંતર કોરોના મહામારીમાં ફરી પરિસ્થિતિ બગડી શકે છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, સિન્ડિકેટ સભ્ય સામે ભાજપના કોર્પોરેટરની ફરિયાદ
આ પણ વાંચો : ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ: સત્યાગ્રહ છાવણીમાં સહી ઝુંબેશથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન