Surat Mayor Fund: ગુજરાતભરમાંથી ખાલી સુરતમાં ચાલતા મેયર ફંડનો મેજીક, 648 પરિવારને મળી 1.75 કરોડની સહાય
Surat Mayor Fund: આખા ગુજરાતમાં ફક્ત સુરતમાં મેયર ફંડ સેવા ઉપલબ્ધ છે. જે અંતર્ગત કોવિડ ના દર્દીઓ સહિત 648 પરિવારને દોઢ વર્ષમાં કુલ 648 દર્દીઓ માટે 1.75 કરોડની સહાય મળી

Surat Mayor Fund: કોરોના સમયમાં મોંઘાદાટ ઈલાજ ના કારણે ઘણાં પરિવારોને આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. હોસ્પિટલમાં લાંબા બીલના પરિણામે લોકોને સારવાર માટે પણ ભટકવું પડતું હતું. એવામાં સરકારની યોજનાઓ માટે લોકો રાહત શોધતા હતા.
આ સમયે મા અમૃતમ અને આયુષ્માન યોજના પણ ગરીબો માટે સહાયરૂપ સાબિત નથી થઈ. તેવામાં ગુજરાતમાં એકમાત્ર સુરતમાં ચાલતી મેયર ફંડ (Surat Mayor Fund)ની યોજના ગરીબ અને લાચાર પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.આખા ગુજરાતમાં ફક્ત સુરતમાં મેયર ફંડ સેવા ઉપલબ્ધ છે. જે અંતર્ગત કોવિડ ના દર્દીઓ સહિત 648 પરિવારને દોઢ વર્ષમાં કુલ 648 દર્દીઓ માટે 1.75 કરોડની સહાય મળી છે .
1964 બનેલા મેયર ફંડથી 1998 સુધી ગંભીર બિમારીઓમાં પૂરો અથવા તો બિલ નો અડધો ખર્ચ ચુકવવામાં આવતો હતો. તે પછી ખર્ચના ફક્ત 10 ટકા સહાય જ મેયર ફંડમાંથી આપવામાં આવતી હતી.
મેયર હેમાલી બોઘાવાળા (Mayor Hemali Bodhawala)એ જણાવ્યું હતું કે મેયરફંડ કોરોનાના દર્દીઓ માટે પણ લાભકારી સાબિત થયું છે. આવી મહામારી ના સમયમાં જરૂરિયાતોનો અરજીઓ ધ્યાને રાખીને તાત્કાલિક સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજી પણ ઘણી અરજીઓ આવી રહી છે. દર્દીઓની સ્થિતિ ધ્યાનમાં રાખીને તેમના દુઃખમાં સહભાગી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
મેયર ફંડમાંથી કોને કેટલો લાભ મળ્યો
મેયર ફંડમાં કોરોના સહિત બીજી બીમારીઓ માટે પણ સારવાર માટે 7 સપ્ટેમ્બર 2020 માં 132 દર્દીઓને 28.53 લાખ, 9 ઓક્ટોબર,2020માં 96 દર્દીઓને 19.25 લાખ, 2 નવેમ્બર 2020 માં 72 દર્દીઓને 11.12 લાખ, જ્યારે 11 ડિસેમ્બર 2020 157 દર્દીઓને 67.79 લાખની મદદ મેયર ફંડમાંથી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોરોના સહિત અન્ય બીમારીઓ 191 દર્દીઓને 94 લાખ સહિત કોરોના કાળમાં કુલ 648 દર્દીઓને 1 કરોડ 75 લાખ 72 હજાર ચારસો રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવી હતી.
હાલમાં જ મ્યુકરમાઇકોસીસ ની બીમારી સામે આવી છે તેની સારવાર પણ ખુબ મોંઘી સાબિત થઈ છે. દર્દીઓને 25 લાખ રૂપિયા સુધીના ખર્ચા પણ થયા છે. જેના માટે પણ મેયર ફંડમાંથી રાહત આપવા માટે અરજીઓ આવી છે.
મેયર ફંડમાંથી રાહત લેવા વાળા દર્દીઓની વાર્ષિક આવક અને અન્ય પરિસ્થિતિઓનું વેરિફિકેશન કર્યા પછી જ તેમની અરજી મંજુર કરવામાં આવે છે.