સુરત આગકાંડ: અમદાવાદ ફાયર ટીમના અધિકારી એમ.એ દસ્તુર તપાસ માટે પહોંચ્યા, જુઓ વીડિયો
સુરત સરથાણાં જકાતનાકા પાસેના બિલ્ડીંગમાં લાગેલી આગમાં રાજ્ય સરકારના આદેશ બાદ ફાયર બ્રિગ્રેડના અમદાવાદના અધિકારી એમ.એ. દસ્તુર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તેમની ટીમ સાથે તપાસ કરી રહ્યાં છે. FSLના અધિકારી પણ થોડા સમયમાં પહોંચશે ત્યારબાદ રાજય સરકારને રિપોર્ટ આપવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio […]
સુરત સરથાણાં જકાતનાકા પાસેના બિલ્ડીંગમાં લાગેલી આગમાં રાજ્ય સરકારના આદેશ બાદ ફાયર બ્રિગ્રેડના અમદાવાદના અધિકારી એમ.એ. દસ્તુર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તેમની ટીમ સાથે તપાસ કરી રહ્યાં છે. FSLના અધિકારી પણ થોડા સમયમાં પહોંચશે ત્યારબાદ રાજય સરકારને રિપોર્ટ આપવામાં આવશે.
ઘટના સ્થળે સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં હાજર થઈ રહ્યાં છે સાથે જ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સરથાણા જકાતનાકા પાસેની બિલ્ડિંગમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ફાયર ટીમ તેમની રીતે તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપશે.