Surat: એકતરફી પ્રેમમાં આંધળા પ્રેમીએ જાહેરમાં જ યુવતીનું ગળુ કાપી હત્યા કરી નાખી

પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતી હત્યા કરી નાખ્યા બાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પોહચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પીધી અને હાથની નસ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી

Surat: એકતરફી પ્રેમમાં આંધળા પ્રેમીએ જાહેરમાં જ યુવતીનું ગળુ કાપી હત્યા કરી નાખી
Surat In one-sided love blind lover cut young girls throat and killed her
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 4:00 PM

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને મહિલાઓની સુરક્ષા સામે ફરી એક વાર સવાલો ઉઠવા પામ્યા છે સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી એક આશાસ્પદ યુવતીનું ગળું કાપી સરાજાહેર હત્યા કરી નાખવામાં આવી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો ફેનીલ ગોયાણી પ્રેમમાં આંધળો બનીને યુવતીના ઘરે પહોચી ગયો હતો. આ યુવક પોતાની પાસે છરો લઈને ગયો હતો અને યુવતીને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો હતો અને જાહેરમાં ગળા પર ચપ્પુ મૂકીને તમામ લોકોને ધમકાવ્યા હતા જ્યાં યુવતીમાં બચાવમાં કાકા વચ્ચે આવ્યા હતા જેના પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવતીના કાકા ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ યુવતીનો ભાઈ બચાવવા જતા યુવકે તેના પર હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગે ઇજા પોહચાડી હતી અને જોત જોતામાં પ્રેમ માં અંધ બનેલા યુવકે યુવતી નું ગળું કાપી હત્યા કરી નાખી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જોકે હત્યા કર્યા બાદ યુવક તેની લાશ પાસે ઉભો રહીને કોઈ ને નજીક આવવા દેતો ન હતો અને થોડી વાર બાદ ફેનીલ ગોયાણીએ ઝેરી દવા પી અને હાથની નસ કાપી ને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જે બનાવમાં યુવતીના કાકા અને તેના ભાઈને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપી યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે અહીં એક વાત લોકોમાં પ્રશ્ન કરી રહી છે કે સોસાયટીના લોકો ઘટના સ્થળે હતા તો યુવતીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો અને મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા જોકે હાલ સમગ્ર ઘટનામાં કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સૌથી મોટી છેતરપિંડી! રૂ. 22,843 કરોડના ફ્રોડમાં તપાસનો ધમધમાટ, CBIએ સુરત, મુંબઈ સહિત 13 સ્થળે દરોડા પડી દસ્તાવેજો જપ્ત કર્યા

આ પણ વાંચોઃ SURAT : AAPના વધુ બે કોર્પોરેટર સંપર્ક વિહોણા થયા, કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવા એંધાણ

g clip-path="url(#clip0_868_265)">