Surat: ખટોદરામાંથી સબસીડીવાળા નીમ કોટેડ યુરીયાના ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
4 ડિસેમ્બરે હાથ ધરેલી તપાસ દરમિયાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાંથી ટેકનીકલ ગ્રેડ યુરીયા, નીમ કોટેડ યુરીયા સહિતની કુલ 500 કરતા વધારે બોરી મળી આવી હતી. આ સાથે સુરતના નટવર નાયક અને હેંમત નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી.
સુરત (Surat) ના ખટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station) માં સબસીડી વાળા નીમ કોટેડ યુરીયા (urea)નો ગેરકાયદેસર સંગ્રહ કરનારા બે વ્યક્તિ સામે ફરિયાદ (Complaint) નોંધાઇ છે. ખેતી અધિકારી (Agriculture Officer)એ સબસીડીવાળા યુરિયા ખાતરની લગભગ 500 જેટલી ગેરકાયદેસર(Illegal) બોરીઓને ઝડપી પાડી હતી અને પોલીસ ફરિયાદ(Police complaint)નોંધાવી હતી.
500 જેટલી યુરીયાની બોરીઓ મળી
ખેતી અધિકારીએ બાતમીના આધારે સુરતના બમરોલીમાં મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નં- 143માં તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં રાજસ્થાનના ચિતોડગઢથી આવેલી ટ્રકમાંથી ગોડાઉનમાં બોરીઓમાં ખાલી કરવામાં આવી રહી હતી. 14 ડિસેમ્બરે હાથ ધરેલી તપાસ દરમિયાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાંથી ટેકનીકલ ગ્રેડ યુરીયા, નીમ કોટેડ યુરીયા સહિતની કુલ 500 કરતા વધારે બોરી મળી આવી હતી.
બે આરોપીની ધરપકડ કરાઇ
ગેરકાયદેસર યુરીયાના જથ્થા સાથે સુરતના નટવર નાયક અને હેંમત નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી. ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવતો નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો રાજસ્થાનથી સુરત લાવવામાં આવી રહ્યો હતો. તેને ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે સુરતમાં લાવવામાં આવી રહ્યો હોવાનો ખેતી અધિકારીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
ગેરકાયદેસર રીતે થતો હતો ઉપયોગ
નીમ કોટેડ યુરીયાનો વપરાશ ખેતી કામ માટે કરવામાં આવતો હોય છે. સરકાર ખેડૂતોને આ ખાતરના ઉપયોગ માટે સબસીડી પણ આપે છે. જો કે ખેતી કામના બદલે કેટલાક લોકો તેને ઔઘોગિક વપરાશ માટે ઉપયોગમાં લેતા હોય છે. જે ખરેખર ગેરકાયદેસર છે.
સંડોવાયેલી ઈન્ડસ્ટ્રી સામે કાર્યવાહી
ખાતર નિયંત્રણના કાયદા હેઠળ ક્રિષ્ના ઈમ્પોર્ટ એન્ડ એકસપોર્ટ 95 અંબિકા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી, એચ.એમ ફર્નીચર, રાજ હેંમત તેમજ સપ્લાય રાજસ્થાનના ચિત્તોડગઢની ટી.પી. કેમીકલ કંપની વિરુધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કરી હતી. ખટોદરા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Omicron: કોવિડ-19ના પહેલા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનું જોખમ ઓછું, દક્ષિણ આફ્રિકાના નવા અભ્યાસમાં થયો ખુલાસો
આ પણ વાંચોઃ Punjab: લુધિયાણા કોર્ટ પરિસરમાં શંકાસ્પદ બ્લાસ્ટ, મહિલા સહિત બે લોકોના મોત, CM ચન્ની કરશે ઘટનાસ્થળની મુલાકાત
આ પણ વાંચોઃ IPL 2022:અમદાવાદ ફ્રેન્ચાઈઝી પર BCCIનો મોટો નિર્ણય, ખેલાડીઓને રિટેન કરવા પર પણ આવ્યું અપડેટ