AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022:અમદાવાદ ફ્રેન્ચાઈઝી પર BCCIનો મોટો નિર્ણય, ખેલાડીઓને રિટેન કરવા પર પણ આવ્યું અપડેટ

ઓક્ટોબરમાં બીસીસીઆઈએ લખનૌ અને અમદાવાદની ફ્રેન્ચાઈઝીને રેકોર્ડ કિંમતે વેચી હતી. આ અંતર્ગત RPSG ગ્રુપ અને CVC કેપિટલને માલિકી મળી છે.

IPL 2022:અમદાવાદ ફ્રેન્ચાઈઝી પર BCCIનો મોટો નિર્ણય, ખેલાડીઓને રિટેન કરવા પર પણ આવ્યું અપડેટ
bcci set to clear ahmedabad franchise owner cvc capital
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 1:27 PM
Share

IPL 2022: ભારતીય ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં IPLની અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદનાર કંપની CVC કેપિટલને લીલી ઝંડી આપવા જઇ રહ્યું છે. CVC કેપિટલની ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની કંપનીની લિંક્સ સામે આવી હતી અને વિવાદને વેગ આપ્યો હતો. આ પછી, BCCIએ કંપનીને અમદાવાદ ફ્રેન્ચાઇઝીને letter of intent આપ્યો ન હતો. પણ હવે રસ્તો સાફ છે. એક ન્યુઝ પેપર અનુસાર, ટૂંક સમયમાં સીવીસી કેપિટલને letter of intent આપવામાં આવશે. બીસીસીઆઈની ત્રણ સભ્યોની કાયદાકીય સમિતિએ આ મામલે ક્લીનચીટ આપી દીધી છે.

CVC કેપિટલે ઓક્ટોબરમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી. આ માટે તેણે 5625 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. પરંતુ તેના એક દિવસ પછી, એવા અહેવાલો આવ્યા હતા કે સીવીસી વિદેશમાં સટ્ટાબાજીની કંપનીઓ ધરાવે છે. CVC કેપિટલની વેબસાઈટમાં Tipico અને Sisal નામની બે ઓનલાઈન બેટિંગ અને ગેમિંગ કંપનીઓનો ઉલ્લેખ છે. આમાં લખ્યું હતું કે ટીપીકો સ્પોર્ટ્સ સટ્ટાબાજી અને ઓનલાઈન ગેમિંગ અને સિસલ બેટિંગ, ગેમિંગ, પેમેન્ટ અને કન્ઝ્યુમર-રિટેલ વર્ક. સીવીસીએ ફોર્મ્યુલા 1, ફૂટબોલ અને રગ્બીમાં પણ રોકાણ કર્યું છે. તેણે IPL ફ્રેન્ચાઇઝી દ્વારા ક્રિકેટની દુનિયામાં પદાર્પણ કર્યું હતું.

લલિત મોદીએ સવાલો ઉઠાવ્યા

જે દિવસે CVC કેપિટલે અમદાવાદ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી. તે જ દિવસે IPLના પૂર્વ કમિશનર લલિત મોદીએ આ નિર્ણય પર BCCI પર નિશાન સાધ્યું હતું. તેણે ટ્વીટ કર્યું હતું કે, મને લાગે છે કે સટ્ટાબાજીની કંપનીઓ IPL ટીમો ખરીદી શકે છે. નવો નિયમ આવશે. એક બિડરની સટ્ટાબાજીની મોટી કંપની પણ છે. આગળ શું? શું બીસીસીઆઈએ તેનું હોમવર્ક કર્યું નથી? આવા કિસ્સામાં એન્ટી કરપ્શન શું કરશે?

બીસીસીઆઈએ તેના લોકોને માહિતી આપી

તાજેતરમાં યોજાયેલી BCCIની જનરલ એસેમ્બલીમાં બોર્ડના અધિકારીઓને CVC સંબંધિત મામલાની જાણકારી આપવામાં આવી હતી. આ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી કે CVC પાસે બે ફંડ છે. એક, યુરોપિયન ફંડ અને બીજું એશિયન ફંડ. યુરોપિયન ફંડ્સ સટ્ટાબાજીની કંપનીઓ સાથે જોડાણ ધરાવે છે કારણ કે યુરોપમાં સટ્ટાબાજી કાયદા દ્વારા સંચાલિત થાય છે. જ્યારે અમદાવાદની ફ્રેન્ચાઈઝી એશિયન ફંડ દ્વારા લેવામાં આવી હતી. એશિયન ફંડ સટ્ટાબાજીની કંપનીઓ સાથે જોડાયેલું નથી.

ખેલાડીઓને રિટેન રાખવાની અંતિમ તારીખ આગળ વધશે

CVC કેપિટલને ક્લીનચીટ આપવામાં સમય લાગ્યો છે. આ કારણે બીસીસીઆઈએ મેગા ઓક્શન પહેલા ત્રણ ખેલાડીઓની પસંદગી માટે બે નવી ટીમો માટે સમયમર્યાદા લંબાવવાનો પણ નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ અગાઉ અમદાવાદ અને લખનૌ માટે સમયમર્યાદા 25 ડિસેમ્બર સુધી લંબાવી હતી. હવે તે જાન્યુઆરી સુધીમાં થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : ભારતે રસીકરણમાં સીમાચિહ્ન હાંસલ કર્યું, દેશની 60 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય પ્રધાને આપ્યા અભિનંદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">