Surat : પરિણામના બે મહિના પછી પણ એક લાખ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અધ્ધરતાલ

યુનિવર્સીટીમાં ડિજિટલાઇઝેશનના નામે ચાલી રહેલી વાતો વચ્ચે હજી બે મહિના પછી પણ કોલેજોમાં પ્રવેશના કોઈ જ ઠેકાણા નથી દેખાઈ રહ્યા. તેવામાં હજારો વિદ્યાર્થીઓ આગામી પંદર દિવસ પછી કે એક મહિનામાં પ્રવેશ મળી જશે તેવી આશા રાખીને બેઠા છે.

Surat : પરિણામના બે મહિના પછી પણ એક લાખ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અધ્ધરતાલ
Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 3:58 PM

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી (VNSGU) સંલગ્ન કોલેજોમાં (Colleges) નવા સત્ર 2021-22માં પ્રવેશની આશા રાખીને બેસેલા 1 લાખ વિદ્યાર્થીઓને (Students) પ્રવેશ માટે ફાંફા પડી રહ્યા છે.

યુનિવર્સીટીમાં ડિજિટલાઇઝેશનના નામે ચાલી રહેલી વાતો વચ્ચે હજી બે મહિના પછી પણ કોલેજોમાં પ્રવેશના કોઈ જ ઠેકાણા નથી દેખાઈ રહ્યા. તેવામાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા હજારો વિદ્યાર્થીઓ આગામી પંદર દિવસ પછી કે એક મહિનામાં પ્રવેશ મળી જશે તેવી આશા રાખીને બેઠા છે.

ધોરણ 12 સાયન્સના પરિણામો પછી યુનિવર્સીટી દ્વારા વહેલી તકે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી અને તે પછી સપ્ટેમ્બર મહિનામાં જ નવા વર્ગો શરૂ થઇ જશે તેવા દાવા પણ કર્યા હતા. તારીખ 17 જુલાઈના રોજ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ યુનિવર્સીટીએ 22 જુલાઇથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી. તે સાથે જ બીકોમ, બીબીએ, બીસીએમાં પણ રજીસ્ટ્રેશન શરૂ થયું હતું.

તારીખ 31 જુલાઈએ ધોરણ 12 કોમર્સના પરિણામ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જોકે તે પછી બે મહિનાનો સમય વીતી ગયો છે. છતાં હજી સુધી સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રોવિઝનલ મેરીટ લીસ્ટના ઠેકાણા ન હોય વાલી, વિદ્યાર્થીઓની સાથે કોલેજના આચાર્ય, અધ્યાપકોની ચિંતા પણ વધી ગઈ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બીજી બાજુ એક લાખ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હોય તેઓને પણ ક્યારે પ્રવેશ ફાળવાશે તેની રાહ જોઈને બેઠા છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે શૈક્ષણિક સત્ર મોડેથી શરૂ થયું હતું. આખું વર્ષ શૈક્ષણિક કાર્ય પર અસર પણ થઇ હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં 100 ટકા પરિણામ સાથે કોલજ અને યુનિવર્સીટીની પ્રવેશ પ્રક્રિયા ઝડપી પુરી થઇ છે.

તેની સાથે શૈક્ષણિક કાર્ય પણ વહેલું શરૂ થશે તેવી આશા હતી. પણ તેની સામે આ વર્ષે પણ યુનિવર્સીટી તંત્ર ઓનલાઇન પ્રવેશ પ્રકિયા મુદ્દે હજી પણ નિષ્ફ્ળ સાબિત થયું છે. છેલ્લા ચાર મહિનામાં ઉપરાછાપરી બેઠકોની સાથે જ અનેક નાના મોટા નિર્ણયો લેવામાં આવી રહી છે. જેમાં ઓગસ્ટમાં મળેલી બેઠકમાં પહેલી સપ્ટેમ્બરે કોલેજોમાં નવું સત્ર શરૂ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હજી તેના માટે પંદર દિવસ જેટલો સમય નીકળી જશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :

Surat: 100 ટકા વેક્સિનેશનની નેમ માટે સુરત કોર્પોરેશનનું મિશન ‘ઓક્ટોબર’

આ પણ વાંચો :

Surat : વિધાનસભાની તૈયારીઓ શરૂ, ધારાસભ્યની જેમ હવે કોર્પોરેટરોને પણ જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">