Surat: કોરોનાના 13 મહિના બાદ પણ આ ડૉક્ટરોથી કોરોના રહ્યો દૂર, પાળ્યા આ નિયમો

Surat: કોરોનાના 13 મહિના બાદ પણ આ ડૉક્ટરોથી કોરોના રહ્યો દૂર, પાળ્યા આ નિયમો
સુરત

કોરોના દર્દીઓની સારવાર કરવા માટે તેમના સંપર્કમાં આવવાથી ડોક્ટર, નર્સ તેમજ અન્ય હેલ્થ કર્મચારીઓ પોઝિટીવ થઇ ચૂક્યા છે.

Parul Mahadik

| Edited By: Bhavesh Bhatti

May 15, 2021 | 11:05 AM

Surat: કોરોના દર્દીઓની સારવાર કરવા માટે તેમના સંપર્કમાં આવવાથી ડોક્ટર, નર્સ તેમજ અન્ય હેલ્થ કર્મચારીઓ પોઝિટીવ થઇ ચૂક્યા છે. કોરોનાની બંને લહેરોમાં સાત સાત એલોપથી ડોક્ટરો પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે. ત્યારે આજે અમે તમને એવા ડોક્ટર વિશે જણાવીએ, જે વગર રજા લીધે છેલ્લા 13 મહિનાથી કોરોનાના દર્દીઓની સેવામાં લાગેલા છે, પરંતુ હજુ સુધી તેઓ કોરોના સંક્રમિત થયા નથી.

આ બધા ડોક્ટરો કોઈને કોઈ ગાઇડલાઇનનું પાલન કરે છે. ડ્યુટી પરથી ઘરે આવ્યા બાદ ગરમ પાણીથી નહાવાનું, તેમને એક રૂટિન બનાવી દીધું છે. કોઈ ડોક્ટરે એક્સરસાઇઝની સાથે ડાયટ પર ખાસ ધ્યાન આપ્યું છે.

સિવિલમાં 400 રેસિડેન્ટ ડૉક્ટર અને 225 મેડિકલ ટીચરની સાથે 100 થી વધારે ડેપ્યુટેશન પર આવેલા ડોક્ટર કામ કરી રહ્યા છે. તેમાંથી લગભગ 100 ડોક્ટર અત્યાર સુધી કોરોના સંક્રમિત થયા નથી.

સિવિલ હોસ્પિટલમાં 16 માર્ચ, 2020 ના રોજ 17 વર્ષીય એક યુવતીને દાખલ કરવામાં આવી હતી. આ શહેરનો પહેલો કોરોના પોઝિટિવ કેસ હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કોરોનાના પચાસ હજાર કરતાં વધારે કેસ નોંધાઇ ચુક્યા છે.

રાગીણી વર્મા : કોરોનાની પહેલી લહેર દરમ્યાન તેમને સિવિલ હોસ્પિટલના અધિક્ષક બનાવવામાં આવ્યા હતા. જો કે તે બાદમાં કેસ ઓછા થવા લાગ્યા ત્યારે તેમની જગ્યાએ બીજાને અધિક્ષક બનાવવામાં આવ્યા હતા. બીજી લહેરમાં જ્યારે સેકન્ડ પીક આવ્યો ત્યારે કંટ્રોલ માટે ફરી એકવાર ડોક્ટર રાગીણી વર્માને અધિક્ષક બનાવવામાં આવ્યા. તે છેલ્લા 13 મહિનાથી વગર સમય જોયા કામ કરી રહ્યા છે.

તેમના પતિ કોરોના પોઝિટીવ થઇ ચુક્યા છે,પરંતુ તેઓ નથી થયા. તેઓ ગાયનેક દર્દીઓને પણ ટ્રીટમેન્ટ આપે છે. તેમણે ઘર પર કામ કરી રહેલા કર્મચારીઓને રજા આપી દીધી છે અને ઘરનું કામ પણ હવે તેઓ જ કરે છે. ડયુટી પર તેઓ એક મિનિટ માટે પણ માસ્ક કાઢતા નથી. રોજ એક કલાક એક્સરસાઇઝ કરે છે.

નિશા ચંદ્રા : મેડિકલ ઓફિસર નિશા ચંદ્રા થાઈરોઈડ અને ડાયાબિટીસથી પીડિત છે. તેમના પતિ પણ ડોક્ટર છે અને તે પણ પોઝિટીવ થઇ ચૂક્યા છે. કોરોના સંદિગ્ધ મૃતદેહોનો તેઓ પોસ્ટમોર્ટમ કરે છે. કિડની હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ઈલાજ કરવા પણ જાય છે. તેમણે એક અલગ ડાયટ ચાર્ટ બનાવી રાખ્યો છે. જેને તે કડકાઇથી ફોલો કરે છે.

ડોક્ટર કેતન નાયક સિવિલ હોસ્પિટલના આરએમઓ 56 વર્ષીય ડોક્ટર કેતન નાયકને ડાયાબિટીસ છે તે વગર રજા લીધે છેલ્લા 13 મહિનાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોરોના પિકના સમય દરમિયાન પણ દિવસ રાત કામ છે. તે કેટલીક વાર બેહોશ પણ થયા હતા. પરંતુ હિંમત હાર્યા નથી. સારી વાત એ છે કે તેમના પરિવારમાં કોઈ પણ પોઝિટિવ નથી થયા. તેઓ ઘરે જઈને રોજ ગરમ પાણીથી ન્હાય છે. પોતાને સેનીટાઇઝ કરે છે. ઘરમાં પણ માસ્ક પહેરે રહેશે અને ગાઈડલાઈન નું પૂરું પાલન કરે છે.

ડોક્ટર ચિરંજીવી લાલ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે 48 વર્ષની ડોક્ટર ચિરંજીવી લાલ. તેમના દિકરાને કોરોના સંક્રમણ થઈ ચૂકયું છે. પરંતુ છેલ્લા 13 મહિનામાં તેઓ એક પણ વાર કોરોના સંક્રમિત થયા નથી. તેમને ડાયાબિટીસની બીમારી છે. તે ડ્યુટી પરથી ઘરે ગયા બાદ પોતાના કપડાં અલગ રાખે છે. ગરમ પાણીથી ન્હાય છે. ભોજનમાં પૌષ્ટિક આહાર લે છે. નિયમિત રૂપથી એક્સરસાઇઝ કરે છે એની બધી જ ગાઈડલાઈન ફોલો કરે છે અને એટલા માટે તેઓ કોરોના દર્દીઓની સારવારમાં હોવા છતાં ક્યારેય સંક્રમિત નથી થયા.

ડોક્ટર ઓમકાર ચૌધરી : સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર ચૌધરી આ દિવસોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા છે. છેલ્લા 13 મહિનાથી તેમણે રજા નથી લીધી. તેમને હાઈપરટેન્શન બીમારી છે. દિવસમાં ત્રણ ચાર વાર ગરમ પાણીથી નહાવું, એક કલાક યોગ કરવો અને હંમેશા માસ્ક પહેરવાના કારણે તેઓ હજુ સુધી કોરોના સંક્રમિત નથી થયા. પરિવારજનોને પણ તેવા નિયમોનું પાલન કરાવે છે જેથી તેમના પરિવારમાં પણ એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati