Surat: વેકેશન-વિકએન્ડ માટે સુરતીઓનુ મનપંસદ ડુમસ બન્યું વેરાન
Surat: ફેબ્રુઆરી 2020થી શરૂ કરીને આજદિન સુધી કોરોનાનો કોહરામ યથાવત રહ્યો છે. પહેલી લહેર કરતા બીજી લહેર સૌથી વધારે ઘાતક નીવડી છે. પહેલી લહેરમાં પણ જોવા ન મળ્યા હોય એના કરતાં બમણાં કેસો અને મૃત્યુ કોરોનાની બીજી લહેરમાં જોવા મળ્યા છે.

આ જ કારણ છે કે હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. એપ્રિલ મહિનામાં હાહાકાર મચાવનાર કોરોનાથી બચવા લોકો જાતે જ શિસ્ત પાળતા નજરે ચડી રહ્યા છે. વેપાર ધંધા ખોટ ખાઈને પણ બંધ રાખવાની નોબત આવી છે.
હાલ મે મહિનો ચાલી રહ્યો છે. અને વેકેશનના આ મહિનામાં સુરતીઓ માટે હરવા ફરવાનું એકમાત્ર સ્થળ ડુમસ બીચ હાલ સુમસામ નજરે ચડી રહ્યું છે. સામાન્ય રીતે વેકેશનમાં અને ખાસ કરીને વિકેન્ડમાં સુરતીઓ હરવા ફરવા માટે અને ભજિયાની જયાફત ઉડાવવા માટે ડુમસ બીચ પહોંચી જતા હોય છે. વેકેશનમાં તો જાણે બીચ પર કિડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.
પણ છેલ્લા બે વર્ષથી આ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે અહીં નાનો મોટો વેપાર કરતા ગ્રામવાસીઓને પણ મોટો આર્થિક ફટકો પડયો છે.
દર વેકેશનમાં સુરતીઓ માટે હરવા ફરવા માટે ડુમસ બીચ માનીતું સ્થળ મનાય છે. પણ છેલ્લા બે વર્ષથી આ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. વેકેશનમાં માતાપિતા પોતાના બાળકોને અહીં ફરવા માટે ખાસ લાવે છે. પણ હાલ કોરોનાના કહેરના કારણે શાળા કોલેજો બંધ હોવા છતાં ડુમસનો દરિયાકિનારો વેરાન ભાસી રહ્યો છે.
Latest News Updates