Surat : યુરોપ અને મિડલ ઇસ્ટમાં નીકળેલી ઘરાકીને લીધે સુરતના હીરા ઉધોગની દિવાળી સુધરી

|

Nov 07, 2021 | 4:58 PM

બુર્સના પ્રારંભ થયા પછી 1.50 લાખ કરોડનો એક્સપોર્ટ થવાનો અંદાજ છે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે 1 લાખ લોકોને સીધી રોજગારી મળશે.

Surat : યુરોપ અને મિડલ ઇસ્ટમાં નીકળેલી ઘરાકીને લીધે સુરતના હીરા ઉધોગની દિવાળી સુધરી
Diamonds - File Photo

Follow us on

યુરોપ (Europe) અને મિડલ ઇસ્ટના (Middle East) સમૃદ્ધ દેશોમાં તૈયાર થયેલા ડાયમંડ અને ગોલ્ડ જવેલરીની ખરીદી નીકળતા સુરતના હીરા ઝવેરાત ઉધોગની દિવાળી સુધરી છે. છેલ્લા છ મહિના દરમ્યાન હીરાની નિકાસમાં 19,442 કરોડનો વધારો નોંધાયો છે. જયારે ડાયમંડ સ્ટેડૅડ જવેલરીનો વેપાર પણ 60.04 ટકા વધીને 6664 કરોડ રહ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2021 દરમ્યાન જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટમાં 11 ટકાનો વધારો નોંધાયો છે.

જેજેઇપીસીએ પ્રસિદ્ધ કરેલા આંકડા પ્રમાણે ગયા નાણાકીય વર્ષ 2020-21ના નાણાકીય વર્ષ દરમ્યાન ભારતના જેમ્સ એન્ડ જવેલરીનો કુલ એક્સપોર્ટ 34 બિલિયન યુએસ ડોલર જેટલો રહ્યો હતો. જયારે ચાલુ નાણાકીય વર્ષ માટે લક્ષ્યાંક 43 બિલિયન યુએસ ડોલરનો રાખવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2020-21માં માત્ર સુરતથી 12,000 કરોડના કટ એન્ડ પોલીશડ ડાયમંડની નિકાસ થઇ છે.

2019માં કુલ નિકાસ 1,26,461 કરોડની રહી હતી. તેની સામે 2021ના પ્રથમ છ મહિનામાં 1,40412 કરોડની નિકાસ થઇ છે. પોલીશડ ડાયમંડની કુલ નિકાસ અત્યાર સુધી 91,489 કરોડ નોંધાઈ હતી. જે કોરોનાકાળ કરતા 26 ટકા વધારે છે. ડાયમંડની સાથે સાથે જ્વલરીનો એક્સપોર્ટ પણ વધ્યો છે. સુરતના 350 જવેલરી મેન્યુફેક્ચર્સ દર મહિને 2 હજાર કરોડની જવેલરી એક્સપોર્ટ કરે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

2022માં ડાયમંડ બુર્સ સુરતના હીરા ઉધોગમાં તેજી લાવશે
સુરતના ખજોદમાં સુરત ડ્રિમ સીટી પ્રોજેક્ટરના ભાગ સ્વરૂપે તૈયાર થઇ રહેલા સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટને લીધે ડાયમંડ જવેલરી ઉધોગમાં 2022માં આગઝરતી તેજી જોવા મળી શકે છે. બુર્સના પ્રારંભ થયા પછી 1.50 લાખ કરોડનો એક્સપોર્ટ થવાનો અંદાજ છે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે 1 લાખ લોકોને સીધી રોજગારી મળશે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો વિસ્તાર એટલો વિશાળ છે કે 22 કિલોમીટરનો ચકરાવો લેવો પડશે.

બુર્સના 11માં માળની 9 બિલ્ડીંગ અને 4200 ઓફિસો તૈયાર થઇ ગયું છે. 66 લાખ સ્કવેર ફિટના 128 લિફ્ટ સાથે 9 માળના 11 ટાવર બે બેઝમેન્ટ સાથે તૈયાર થયા છે. એવી જ રીતે ઇચ્છાપોર ખાતે જેમ એન્ડ જવેલરી પાર્કમાં આવેલા ડાય ટ્રેડ સેન્ટરનું કામ પૂર્ણ થયું છે. અહીં વિશ્વની બીજા ક્રમાંકની રફ ડાયમંડ સપ્લાયર કંપની અલરોઝાએ રફ ડાયમંડ ઓક્સન કરવા માટે તૈયારી દર્શાવી છે.

નેચરલ ડાયમંડની સાથે લેબમાં બનાવવામાં આવેલા લેબગ્રોન કે સિન્થેટિક ડાયમંડ અને તેમાંથી બનતી જવેલરીનું વેચાણ પણ વેશ્વિક લેવલ પર વધ્યું છે અને તેના લીધે પોલીશડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 193 ટકાનો વધારો નોંધાયો છે. જયારે સિલ્વર જવેલરીની નિકાસમાં 153 ટકાનો ઉછાળો નોંધાયો છે.

 

આ પણ વાંચો : surat : દિવાળી પર તમામ ઉદ્યોગ-ધંધામાં તેજીનો માહોલ, ધંધાદારીઓમાં ખુશાલીનો માહોલ

આ પણ વાંચો : Surat : દિવાળીમાં GSRTC ને વધારાની બસો દોડાવીને ફાયદો, ત્રણ જ દિવસમાં 2.14 કરોડની થઇ આવક

Next Article