Surat: બુલેટ ટ્રેન પછી પીએમ મોદીના બીજા મહત્વાકાંક્ષી ચાર ધામ રેલવે પ્રોજેક્ટની જવાબદારી દર્શના જરદોશના માથે
ઋષિકેશ-કર્ણપ્રયાગ બ્રોડગેજ રેલવે લાઈન પર કામગીરીની સમીક્ષા કર્યા બાદ રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતું કે અહીં કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે તમામ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.
સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશને (Darshna Jardosh) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જવાબદારી મળવા લાગી છે. દર્શના જરદોશને પહેલા બુલેટ ટ્રેનની (Bullet Train) જવાબદારી આપવામાં આવી હતી અને હવે ચાર ધામને રેલવે માર્ગે જોડવાની જવાબદારી મળી ગઈ છે.
આ સંદર્ભમાં દર્શન જરદોષે ચાર ધામ રેલવે પ્રોજેક્ટ સાઈટની વિઝીટ કરી હતી. આ તબક્કે દહેરાદુનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સીંહ ધામી સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રાજ્યમાં ચાલી રહેલી વિભિન્નન રેલ પરિયોજનાની સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. આ ચર્ચા દરમ્યાન રેલવે સેક્શનોનું વિદ્યુતીકરણ, પહેલાથી હયાત રેલવે લાઈનના વિકાસ, સ્ટેશન પુનર્વિકાસ યોજના અને નવી રેલવે લાઈન યોજનાઓનો સમાવેશ થતો હતો.
શું છે ચાર ધામ પ્રોજેક્ટ
ચાર ધામ રેલવે પ્રોજેક્ટમાં ઉત્તરાખંડમાં રેલવે માર્ગથી ચાર મુખ્ય ધાર્મિક સ્થળ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને એકબીજા સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ટોહી એન્જીનિયરીંગ દ્વારા સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના અભ્યાસ કરવા માટે અને રજૂ કરાયેલ રેલવે લાઈન માટે ફાઈનલ લોકેશન માટે સર્વે કરવામાં આવી રહ્યો છે.
Reviewed the ongoing Rishikesh-Karnaprayag Railway project in Uttarakhand.
Pleased with the progress of work for India’s longest Railway Tunnel of 15.1 Kms on this route.
The project is a firm step towards nation building & making Char-Dham easily accessible to all. (1/2) pic.twitter.com/bIz0tqbGM5
— Darshana Jardosh (@DarshanaJardosh) September 26, 2021
ઋષિકેશ-કર્ણપ્રયાગ બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરીની સમીક્ષા કરાઈ
ઋષિકેશ-કર્ણપ્રયાગ બ્રોડગેજ રેલવે લાઈન પર કામગીરીની સમીક્ષા રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતું કે અહીં કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે અને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે તમામ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં પર્વતીય વિસ્તારોના કેટલાક ગામોને રેલવેથી જોડવામાં આવશે. દર્શના જરદોષે ઋષિકેશ-કર્ણપ્રયાગ પ્રોજેક્ટ સ્થળ પર ટનલ બોરિંગના ચાલી રહેલા કામનું પણ નિરીક્ષણ કર્યું હતું.
કેટલાક મહત્વના શહેરોને રેલવે નેટવર્ક સાથે જોડશે આ પ્રોજેક્ટ
ઋષિકેશ અને કર્ણપ્રયાગની વચ્ચે નવી બ્રોડગેજ રેલવે લાઈન ઉત્તરાખંડ રાજ્યની એક ખુબ મહત્વકાંક્ષી યોજના છે. તેનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડના તીર્થસ્થળો સુધી સુગમ વ્યવહાર સ્થાપિત કરવો, નવા વેપાર કેન્દ્રો સાથે જોડાણ, પછાત વિસ્તારોનો વિકાસ કરવો અને વિસ્તારના લોકોને મહત્તમ સુવિધા આપવાનો છે. આ રેલવે લાઈન ટિહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, રુદ્ર પ્રયાગ, અને ચમૌલી જિલ્લામાંથી થઈને દેવપ્રયાગ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, ગૌચર અને કર્ણપ્રયાગ જેવા મહત્વના શહેરોને જોડશે.
આ પણ વાંચો : Surat : તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર
આ પણ વાંચો : 2.75 લાખ કયુસેક પાણીની આવકથી ઉકાઈ ડેમના 7 ગેટ ખોલી પાણી છોડાયું , તાપી નદીકાંઠા અને સુરતના વિસ્તારોને એલર્ટ કરાયા