Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ
વરસાદની સીઝન વચ્ચે પીવાના દુષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ માથું પણ ઉચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ સહિતના કેસો આ વિસ્તારમાં સામાન્ય બની ગયા છે
Surat સુરતના કોટ વિસ્તારમાં ફરી એક વાર ગંદા પાણીની(Dirty Water ) ફરિયાદો ઉઠી છે. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર હરિપુરા(Haripura ) વિસ્તારમાં પીવાનું પાણી દુષિત અને દુર્ગંધયુક્ત આવી રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે ગંદા પાણીના કારણે અહીં રોગચાળો ફેલાવવાની ભીતિ છે. આ માટેની ફરિયાદ પણ સુરત મહાનગર પાલિકાને(Surat Municipal Corporation ) કરવામાં આવી છે.
શહેરના વોલ સીટી ખાતે આવેલા હરિપુરા પીરછડી રોડ પર છેલ્લા એક સપ્તાહથી ગંદા પાણીની સમસ્યા છે. સમગ્ર વિસ્તારને સાંજના સમયે પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ આ પાણી ડહોળું અને દુર્ગંધ યુક્ત પીવાનું પાણી મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
પીરછડી રોડ પર સેંકડોની સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. અહીંના દરેક ઘરોમાં પીવાના પાણીની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવી શક્યું નથી.
હાલ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે.ર સ્તાઓ તૂટી ગયા છે.જેને લઈને પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લઈને નુકશાન થતા બંને લાઇનનું પાણી ભેગું થઇ જતા પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વરસાદની સીઝન વચ્ચે પીવાના દુષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જન્ય રોગચાળાએ માથું પણ ઉચક્યું છે. ઝાડા ઉલ્ટી, તાવ સહિતના કેસો આ વિસ્તારમાં સામાન્ય બની ગયા છે. લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય દેખાઈ રહ્યો છે. હરિપુરા વિસ્તારમાં આવેલ દાદાસાહેબ જૈન મંદિર, ભોંય શેરી, ભઠ્ઠી શેરી, હરિપુરા મેઈન રોડ વિસ્તારતમાં પણ આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે.
ફરિયાદો કરવા છતાં પણ આગામી દિવસોમાં જો સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ કરીને તાકીદના પગલાં ભરવામાં નહીં આવે તો નજીકના દિવસોમાં મુખ્ય કચેરીએ મોરચો માંડવાની તૈયારી પણ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. પાલિકા કચેરીનો ઘેરાવો કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. રોગચાળાના કારણે હરિપુરાના રહીશોની ફરિયાદનું નિરાકરણ લાવવાની માંગ હવે ઉગ્ર બની રહી છે.
આ પણ વાંચો :
Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ
આ પણ વાંચો :