Surat: સુરતમાં શ્રીનગર જેવી ઠંડી, સતત બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત

વધુમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન 22 અને લઘુત્તમ તાપમાન 16.6 ડિ.ગી સેલ્સીયસ પર પહોંચી જવા પામ્યું છે. હવામાં ભેજનું પ્રમાણ 94 ટકા અને દબાણ 1013.5 મીલીબાર રહેવા પામ્યુ છે

Surat: સુરતમાં શ્રીનગર જેવી ઠંડી, સતત બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત
Surat City
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 4:38 PM
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કમોસમી વરસાદને(Rain ) પગલે શહેરમાં કાતિલ ઠંડીનું(Cold ) મોજું ફરી વળ્યું છે. ભારે પવન અને વરસાદને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનનો પારો એકદમ નીચે જવા પામ્યો છે. જેના કારણે શહેર આખું ઠંડુગાર બની ગયું છે. લોકોએ સ્વેટર સાથે રેઇનકોટ પહેરવાની નોબત ઉભી થવા પામી છે. આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર લોકો તાપણું કરી ઠંડી ઉડાવતા નજરે પડ્યા હતા. સુરત શહેર જાણે કોઈ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેવો અનુભવ સતત બે દિવસથી શહેરીજનો કરી રહ્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે સમગ્ર રાજયમાં કમોસમી વરસાદ થયો છે. ઠંડા તેજ પવન સાથે વરસાદ તુટી પડતા વાતાવરણમાં એકદમ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ચાલુ શિયાળાની મોસમ દરમ્યાન પહેલી વાર લોકોએ આવી કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ કાતિલ ઠંડી અને બીજી તરફ વરસાદ પાડવાના કારણે લોકોને ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. વરસાદને પગલે શહેર આખું ઠંડુગાર થઇ જતા લોકોએ ઘરમાં પણ ગરમ વસ્તો પહેરવા પડે તેવી નોબત ઉભી થવા પામી છે.

જોકે નોકરી પર કે ધંધા પર જતા અઠવા કોઈ કામ માટે બહાર નીકળતા લોકો કપડાંની ઉપર સ્વેટર અને તેના ઉપર રેઇનકોટ પહેરીને બહાર નીકળી રહ્યા છે. એક સાથે બેવડી ઋતુનો સામનો કરવાની નોબત આવતા લોકોની હાલત કફોડી થવા પામી છે. શહેરમાં જે રીતની હાડ ગગડાવતી ઠંડી પડી રહી છે તે જોતા શહેર કોઈ હિલ સ્ટેશનમાં ફેરવાય ગયું હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.

વધુમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન 11 અને લઘુત્તમ તાપમાન 16.6 ડિ.ગી સેલ્સીયસ પર પહોંચી જવા પામ્યું છે. હવામાં ભેજનું પ્રમાણ 94 ટકા અને દબાણ 1013.5 મીલીબાર રહેવા પામ્યુ છે જયારે સવારથી 5 કિલોમીટરની ઝડપે પવન ફુંકાય રહ્યો છે. શહેરનું લઘુત્તમ તાપમાન ગઈકાલ સાંજ બાદ ચાર ડિગ્રી સેલ્સીયસ ઘટી ગયું છે. જેથી આખું શહેર ઠંડુગાર બની ગયું છે.

સુરત શહેર સહીત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ સાથે પવન ફૂંકાતા શહેરીજનોની હાલત કફોડી થવા પામી છે. પરંતુ ગતરોજ કરતા આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારથી તમામ ઝોન વિસ્તારમાં માત્ર હળવા ઝાપટા જ નોંધાયા છે. જોકે ગતરોજ આખો દિવસ વરસાદે ધડબડાટી બોલાવતા શહેરના તમામ ઝોન વિસ્તારમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો: ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

આ પણ વાંચો: Education Model : “દિલ્હીનું શિક્ષણ મોડેલ ફેક”, પંજાબના શિક્ષણ પ્રધાને કેજરીવાલ સરકાર પર ઉઠાવ્યા સવાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">