Surat: નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ પણ અસલામત ! ઉંદરોનો ત્રાસ યથાવત

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે મૃતદેહોના અંગોને ઉંદરોએ કોતરી ખાધા હોવાના બનાવ સામે આવ્યા છે. સિવિલના સત્તાધીશો દ્વારા આ અંગે ગંભીર નોંધ ન લેવાતા ઉપરાછાપરી બે ઘટના સામે આવતા પરિવારજનોની લાગણી દુભાઈ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ઉપરી અધિકારીઓ કોઈ નિરાકરણ લાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Surat: નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ પણ અસલામત ! ઉંદરોનો ત્રાસ યથાવત
Surat: Bodies also unsafe in postmortem room of new civil hospital! Torture of rats remains the same
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 23, 2021 | 6:29 AM

સુરત સિવિલ હોસ્પિટલમાં(surat civil hospital ) ઉંદરોનો ત્રાસ ખુબ વધી ગયો છે. સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં(postmortem room ) બે દિવસમાં બે ઘટના એવી સામે આવી છે જેમાં ઉંદરોએ મૃતદેહને કોતરી ખાધા છે. ગઈકાલે પણ આવી જ એક ઘટના સામે આવી હતી કે જેમાં અડાજણ વિસ્તારમાં રહેતી વૃદ્ધાના મૃતદેહનો પગ ઉંદરો દ્વારા કોતરી ખાધી હોવાની ઘટના બની હતી.

જયારે આજે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા યુવાનના મૃતદેહનો હાથ ઉંદરોએ કોતરી ખાધો હોવાનો બનાવ બન્યો છે. ગઈકાલે બનેલા આ બનાવની નોંધ સિવિલના સત્તાધીશોએ ગંભીરતાથી લીધી ન હોય બે દિવસમાં બીજી ઘટના સામે આવી છે, જેમાં મૃત્યુ પછીનો પણ મલાજો જળવાતો ન હોય એવું પરિવારજનોએ અનુભવ્યું છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલનાપોસ્ટમોર્ટમ રૂમમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. એટલું જ નહીં વહીવટી તંત્રના પાપે પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરો એક પછી એક મૃતદેહ ના અંગોકોતરી બચકા ભરી રહ્યા હોવાથી પરિવારજનોમાં આક્રોશની સાથે તેમની લાગણીઓ પણ દુભાતી દેખાઇ રહી છે. ત્યારે બીજા દિવસે પણ વધુ એક મૃતદેહ નોઅંગો ઉંદરો કોતરી ગયાની ઘટના સામે આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પાર્લે પોઇન્ટ ખાતેઆવેલા ગોકુલ રો-હાઉસ મહેતા રિશીત ઝવેરી નામના યુવાને ગઈ કાલે સાંજે પોતાના ઘરમાં પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે જાણ થતા ઉમરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. દરમિયાન રાતભર તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રહેતા ઉંદરોએ મૃતદેહના જમણા હાથના ભાગે કોતરી ખાધો હતો.

આજે સવારે જ્યારે પીએમની કાર્યવાહી શરૂ થઇ ત્યારે તેના હાથ પર ઉંદરોના કોતર્યાં હોવાના નિશાન મળી આવ્યા હતા. જેના પગલે પરિવારજનો પણ ચોંકી ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં ગઇકાલે પણ એક વૃદ્ધાના મૃતદેહના ઉંદર કોતરી ગયા હતા. પીએમ રૂમમાં ઉંદરોનો ત્રાસ વધવા લાગે છે ત્યારે હવે આ અંગે હોસ્પિટલના ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">