Surat : દુલ્હનના શણગારમાં લગ્નના દિવસે જ પરીક્ષા આપવા પહોંચી ગઈ આ વિદ્યાર્થીની !!

પરીક્ષા ખંડમાં તે દુલ્હનનો શણગાર કરીને પહેલા પહોંચી ગઈ. પરીક્ષા ખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ પણ તૃષાલીને લગ્નના જોડા અને શણગારમાં જોઈને ચોંકી ગયા હતા. જોકે તૃષાલી ના જણાવ્યા પ્રમાણે પરીક્ષા તેના માટે તેના લગ્ન જેટલી જ મહત્વની હતી.

Surat : દુલ્હનના શણગારમાં લગ્નના દિવસે જ પરીક્ષા આપવા પહોંચી ગઈ આ વિદ્યાર્થીની !!
Bride in Exam Hall
Follow Us:
| Updated on: Dec 08, 2021 | 2:52 PM

હાલ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં (VNSGU) ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. ત્યારે અઠવાલાઇન્સ ખાતે આવેલી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટમાં માઇક્રોબાયોલોજીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તૃષાલી રાણાએ પોતાના લગ્નના(Marriage ) દિવસે જ પરીક્ષા આપવા પહોંચી હતી. અને દુલ્હનના (Bride ) શણગાર માં જ તે પરીક્ષા ખંડમાં પહોંચી હતી અને પરીક્ષા પણ આપી હતી. 

બેટી પઢાઓ, બેઢી બચાઓનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક થાય છે જયારે કોઈ દીકરી પોતે અભ્યાસ માટે ઉત્સાહ દર્શાવે છે અને તેના પરિવારજનો પણ દીકરીને તેટલો જ સહકાર આપે છે. એવું કહેવાય છે કે અભ્યાસ માટેની ધગશ હોય તો વિદ્યાર્થીને કોઈ અડચણ નડતી નથી. આગળ ભણીને કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ ગમે તેટલી મુશ્કેલી કેમ ન આવે અભ્યાસ માટે ક્યારે પણ પાછી પાની કરતા નથી.

આ પહેલા પણ આપણે એવા ઘણા ઉદાહરણો જોયા હશે જેમાં વિદ્યાર્થીઓ એ કોઈપણ ઉંમરનો બાધ હોય કે પછી કોઈપણ શારીરિક તકલીફ હોય એ બધાને ભૂલીને પણ અભ્યાસ અને પરીક્ષાને મહત્વ આપ્યું છે. અને સૌને પ્રેરણા પણ આપી છે. આવું જ એક ઉદાહરણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજમાં જોવા મળ્યું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અઠવાલાઇન્સ ખાતે આવેલી રામકૃષ્ણ ઇન્સ્ટિટયુટમાં હાલ માઇક્રોબાયોલોજીની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષાના દિવસે જ સુરતની વિદ્યાર્થી તૃષાલી રાણાના લગ્ન હતા. સ્વાભાવિક લગ્નના દિવસ કરતા કોઈપણ દિવસ મહત્વનો હોય જ ન શકે. પણતૃષાલીની  આ દિવસે જ પરીક્ષા આવતી હોય તેણે પોતાની પરીક્ષાને પ્રાધાન્ય આપ્યું.

તૃષાલીએ જણાવ્યું હતું કે તેના લગ્નની તારીખ પરીક્ષાના ટાઈમ ટેબલ પ્રમાણે પહેલાથી નક્કી કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સીટી દ્વારા ચાર વખત પરીક્ષાનું ટાઈમ ટેબલ બદલવામાં આવ્યું હતું. અને તેવામાં નક્કી કરેલા લગ્નની તારીખે જ તેની એક્ઝામ પણ આવી ગઈ.  હવે મેરેજની તારીખ કેન્સલ થઇ શકે તેમ ન હતું.વળી , કેમેસ્ટ્રીનું પેપર હતું, જે આપવું પણ જરૂરી હતું. પરીક્ષાની તૈયારી તો તેને કરી જ હતી. પણ અને એટલે તે કોઈપણ ચિંતા આપ્યા વિના પરીક્ષા આપવા પહોંચી ગઈ.

પરીક્ષા ખંડમાં તે દુલ્હનનો શણગાર કરીને પહોંચી ગઈ. પરીક્ષા ખંડમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ પણ તૃષાલીને લગ્નના જોડા અને શણગારમાં જોઈને ચોંકી ગયા હતા. જોકે તૃષાલી ના જણાવ્યા પ્રમાણે પરીક્ષા તેના માટે તેના લગ્ન જેટલી જ મહત્વની હતી. અને એટલા માટે તેણે સવારે લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ તુરંત જ પરીક્ષા ખંડમાં પહોંચી ગઈ હતી.

લગ્નના ફેરા ફર્યા બાદ તે કોલેજ પહોંચી હતી. અઢી કલાક એક્ઝામનું પેપર લખ્યા બાદ તે બાદમાં પોતાના ઘરે ગઈ હતી. અને પછી લગ્નપ્રસંગની બાકી રહેલી બધી વિધિ પૂર્ણ કરી હતી. તૃષાલીના જણાવ્યા પ્રમાણે અભ્યાસ ક્યારેય અટકવો નહીં જોઈએ, લગ્ન બાદ પણ તે તેનું ભણતર ચાલુ રાખવા માંગે છે. અને અન્ય યુવતીઓને પણ એક પ્રેરણા આપવા માંગે છે.

આ પણ વાંચો : બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને ફાંસીની સજા બાદ રાજય સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં થશે આ કામ

આ પણ વાંચો : Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">