AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : આખરે બે દિવસ બાદ વાદળછાયું વાતાવરણ બદલાયુ, સુર્યદેવતાના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્યો

આજે સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાદળોની ગેરહાજરી સાથે જ બે દિવસ બાદ આકાશમાંથી સૂર્ય દેવતાના દર્શન થવા પામ્યા હતા. બીજી તરફ આજે તાપમાનનો પારો વધીને 25 ડિગ્રી સુધી પહોંચતા લોકોએ પણ બે દિવસથી ગાત્રો થીજવતી ઠંડીથી રાહત મેળવી હતી.

SURAT : આખરે બે દિવસ બાદ વાદળછાયું વાતાવરણ બદલાયુ, સુર્યદેવતાના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્યો
સુરતમાં બે દિવસ બાદ તડકો નીકળ્યો
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:13 PM
Share

SURAT : છેલ્લા બે દિવસથી સુસવાટા મારતા પવન અને એકધારા વરસાદ બાદ આજે ઉઘાડ નીકળતાં શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સરેરાશ ત્રણેક ઈંચ જેટલા વરસાદને પગલે ડિસેમ્બર મહિનામાં જ અષાઢી માહોલ સર્જાવા પામ્યો હતો. બીજી તરફ તાપમાનનો પારો પણ ગગડીને 17 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો રીતસરના હાડ થીજાવતી ઠંડીથી (winter) ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અલબત્ત, આજે સવારથી વાદળોએ વિદાય લેતાં (Temperature)તાપમાનનો પારો પણ 25 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી શનિવાર સુધી સુરત સહિત રાજ્યના અલગ – અલગ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી સુરત (SURAT) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો માહોલ સર્જાવા પામ્યો હતો. માવઠાના નામે રીતસરનું ચોમાસું જામ્યું હોય તેમ મોટા ભાગના વિસ્તારોમાં ત્રણેક ઈંચ સુધીનો વરસાદ ખાબકતાં જનજીવન પણ ખોરવાઈ જવા પામ્યું હતું. એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ (Temperature)તાપમાનનો પારો રીતસરનો 10 ડિગ્રી સુધી ઘટી જતાં અબાલ-વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

જોકે, આજે સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાદળોની ગેરહાજરી સાથે જ બે દિવસ બાદ આકાશમાંથી સૂર્ય દેવતાના દર્શન થવા પામ્યા હતા. બીજી તરફ આજે તાપમાનનો પારો વધીને 25 ડિગ્રી સુધી પહોંચતા લોકોએ પણ બે દિવસથી ગાત્રો થીજવતી ઠંડીથી રાહત મેળવી હતી.

આ પણ વાંચો : કમોસમી વરસાદના કારણે જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી, જાણો વિગતો

આ પણ વાંચો : શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા ભૂલથી પણ આ કાર્યો ક્યારેય ન કરવા, આર્થિક સ્થિતિ નબળી પડી શકે !

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">