AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા ભૂલથી પણ આ કાર્યો ક્યારેય ન કરવા, આર્થિક સ્થિતિ નબળી પડી શકે !

શુક્રવારના દિવસે અનેક શુભ કાર્યો કરવા ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જે ભૂલથી પણ કોઈએ ન કરવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી મા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. ચાલો જાણીએ કે શુક્રવારના દિવસે ક્યા કામ ન કરવા જોઈએ.

શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા ભૂલથી પણ આ કાર્યો ક્યારેય ન કરવા, આર્થિક સ્થિતિ નબળી પડી શકે !
Laxmi Mata
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 2:41 PM
Share

શુક્રવાર દેવી લક્ષ્મીને (Laxmi Mata) સમર્પિત છે. આ દિવસે મા ભગવતીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. ધાર્મિક માન્યતાઓમાં આ દિવસનું શરૂઆતથી જ વિશેષ મહત્વ છે. શુક્રવારે જો તમે દેવી લક્ષ્મીની પૂજા કરો છો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો છો, તો તમારા ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે શુક્રવારે તમે કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકો છો. જો શુક્રવારના દિવસે માતાની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો તે ઘરમાં માતાનો વાસ રહે છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારના દિવસે અનેક શુભ કાર્યો કરવા ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જે ભૂલથી પણ કોઈએ ન કરવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી મા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. ચાલો જાણીએ કે શુક્રવારના દિવસે ક્યા કામ ન કરવા જોઈએ.

ઘરમાંથી મૂર્તિ કે ચિત્ર પ્રતિમા હટાવવી નહીં શુક્રવાર એ મા લક્ષ્મીને ઘરે લાવવાનો દિવસ છે, તેથી આ દિવસે તેમને વિસર્જીત ન કરવા જોઈએ. જો તમે આ દિવસે માતાની કોઈપણ જૂની અથવા તુટેલી મૂર્તિનું વિસર્જન કરો છો, તો તે એક અશુભ શુકન છે કારણ કે મૂર્તિનું વિસર્જન દેવીની વિદાય માનવામાં આવે છે. શુક્રવારના દિવસે ક્યારેય જૂની મૂર્તિને ઘરની બહાર ન કાઢો. તમે શુક્રવારે ઘરમાં નવી મૂર્તિ લાવી શકો છો.

ઘરનો મુખ્ય દ્વાર ખુલ્લો રાખવો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુખ્ય દ્વાર સાંજના સમયે થોડા સમય માટે ખોલવું જોઈએ. કહેવાય છે કે સાંજના સમયે દેવી લક્ષ્મી ભ્રમણ કરવા નીકળે છે, જ્યાં ઘરના દરવાજા બંધ હોય છે, માતા બહારથી પરત આવે છે, તેથી સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા ખોલવા જોઈએ. પૂજા સ્થાનમાં દીવો પ્રગટાવો, તેનાથી જીવનમાં માતાની કૃપા હંમેશા બની રહે છે.

ન તો ઉધાર આપો કે ન ઉધાર લો શુક્રવારના દિવસે હંમેશા ધ્યાન રાખો કે તમારે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. જો તમે આવું કરશો તો ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે. શુક્રવારના દિવસે કોઈ ઉધાર માંગે તો તેની મદદ કરો પરંતુ ઉધાર ન આપો. આ દિવસે ઉધાર આપવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે.

સ્ત્રી કે મહિલાઓનું અપમાન ન કરો શુક્રવારના દિવસે કેટલાક લોકો દેવી લક્ષ્મીનું વ્રત રાખે છે અને આ કારણથી તેઓ કન્યાઓને ભોજન પણ કરાવે છે. તેથી આ દિવસે ભૂલથી પણ છોકરીઓનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. તેના બદલે તમે તેમનો આદર કરો. એવું કહેવાય છે કે આ સિવાય ઘરની લક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓને પણ શુક્રવારે કોઈ અપશબ્દો ન બોલવા અને તેમનું અપમાન ન કરવું જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surya Grahan 2021: જાણો ગ્રહણ દરમિયાન ખાવા-પીવામાં કેમ નાખવામાં આવે છે તુલસીના પાન !

આ પણ વાંચો : Shani Amavasya 2021: શનિશ્ચરી અમાવસ્યાએ સાડા સાતી પનોતી અને ઢૈયાના કષ્ટોથી મળશે મુક્તિ, આ રીતે કરો શનિદેવની પૂજા

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">