Surat: ઈન્જેક્શન માટે લાગતી લાંબી કતારો બાદ હવે મરણનો દાખલો લેવા માટે લાંબી કતારો લાગી

Suratમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ લોકો ઈન્જેક્શન માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા, હવે મરણનો દાખલો લેવા માટે લાંબી કતારો લાગવા લાગી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 27, 2021 | 5:24 PM

Suratમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ લોકો ઈન્જેક્શન માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા, હવે મરણનો દાખલો લેવા માટે લાંબી કતારો લાગવા લાગી છે. જે કોરોના મહામારીની ભયંકર સ્થિતિ દર્શાવી રહી છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક ખૂબ ઊંચો ગયો છે. કુદરતી રીતે મરણ થતાં વ્યક્તિઓ અને કોરોના સંક્રમણને કારણે થતાં મોતનો આંકડો નોંધનીય રીતે ખૂબ ઓછો છે. લોકો કલાકો સુધી મરણનો દાખલો કઢાવવા માટે લાઈનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે.

 

 

કોર્પોરેશનની અલગ-અલગ ઝોનમાં મરણનો દાખલો કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજ સુધી મરણનો દાખલો કાઢવા માટે લાઈન લાગી હોય એવું ક્યારેય જોવા મળી નથી, પરંતુ સુરત શહેરના અઠવા ઝોનમાં સવારથી જ લોકો મરણ દાખલો કઢાવવા માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા. જે કોરોના સંક્રમણના કારણે શહેરમાં થયેલા મૃત્યુઆંકમાં વધારાનો પુરાવો સમાન છે. રાંદેર ઝોન અઠવા ઝોન કતારગામ ઝોન વગેરે વિવિધ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મરણ દાખલા વગર ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોય છે, જેથી મૃતકના સ્વજનો મરણનો દાખલો કઢાવવા માટે પડાપડી કરી રહ્યા છે.

 

 

અહીં આવેલા એક મૃતકના સ્વજન જણાવે છે કે, “લોકો વહેલી સવારે 8:30થી મરણ દાખલો કઢાવવા માટે કતારમાં ઉભા રહ્યા છે. આજ સુધી મરણ દાખલો કઢાવવા માટે આવી રીતે લાઈનમાં ઉભેલા અમે ક્યારે કોઈને જોયા પણ નથી અને આવી કલ્પના પણ નહોતી કરી, પરંતુ આજે કોરોના સંક્રમણને કારણે અનેક લોકોએ અમારી જેમ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, મૃત્યુ બાદ મરણ દાખલો ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોવાથી અમે મરણ દાખલો કાઢવા માટે આવ્યા છે.

 

ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ મરણ દાખલો મળી રહ્યો છે. લોકો આમ કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહીને હેરાન પરેશાન થઈ ગયા છે. કોણ જાણે ભગવાન આમથી ક્યારે ઉગારશે.” સુરતમાં એક વ્યક્તિ છેલ્લા બે કલાકથી લાઈનમાં મરણના દાખલા માટે ઉભા રહ્યા, જ્યારે બારી પર તેમનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે તેમના નામની એન્ટ્રી અહીં આવી નથી! લોકોના આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. 11 તારીખના તેમના પરિવારના વ્યક્તિનું મૃત્યુ થયું, આજે 16 દિવસ વીતી ગયા હોવા છતાં લોકોના નામની એન્ટ્રી નથી, જેથી ફરી સિવિલના ધક્કા ખાઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: Covid-19: Appleએ પણ ભારતની મદદ કરવા કર્યું એલાન, Google અને Microsoftએ તો પહેલા જ કરી હતી મદદની ઘોષણા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">