Surat : દોઢ વર્ષ પછી શારજાહની ફ્લાઇટ ઓપરેટ થશે, દિવાળીને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ.22 હજાર થયું
ભારતમાં રહેનારા વિદેશી કે પછી વિદેશમાં રહેનારા ભારતીયો પોતાના ઘરે જઈ શકે તે માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન હેઠળ સ્પેશ્યિલ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઓપરેટ કરી હતી. જેમાં સુરત એરપોર્ટથી પણ એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ થઈ હતી.
આખરે દોઢ વર્ષ પછી પહેલી નવેમ્થીબરથી શારજાહની ફ્લાઇટ(Flight ) ઓપરેટ થશે, દિવાળીને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ. 22 હજાર પર પહોંચી ગયું સુરત એરપોર્ટના એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓએ કહ્યું હતું કે પહેલી નવેમ્બરથી શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી થતા લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. જેને કારણે કેન્દ્ર સરકારે વિદેશી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
જો કે, ભારતમાં રહેનારા વિદેશી કે પછી વિદેશમાં રહેનારા ભારતીયો પોતાના ઘરે જઈ શકે તે માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન હેઠળ સ્પેશ્યિલ ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઓપરેટ કરી હતી. જેમાં સુરત એરપોર્ટથી પણ એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. છેલ્લા દોઢ વર્ષમાં સુરત એરપોર્ટથી દસેક ફ્લાઇટ વંદે ભારત મિશન હેઠળ ઓપરેટ થઈ હતી.
ફલાઇટનું ટાઇમ શિડ્યૂલ શારજાહ સુરત ફ્રિકવન્સી
20ઃ15 00ઃ25 રવિવાર 19ઃ35 23ઃ45 બુધવાર
સુરત શારજાહ ફ્રિકવન્સી 05:15 07:00 સોમવાર 02:45 04:30 ગુરૂવાર
તોતિંગ એરફેર હોવા છતાં ફ્લાઇટને 70% બુકિંગ મળ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ શરૂ કરી હતી. તે સમયે વન વે એરફેર માત્ર રૂ. 8 હજારની આસપાસ હતું. જોકે, DGCAએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરફેરમાં વધારો કરવાની મંજૂરી આપી હોય તેમજ દિવાળીના તહેવારને કારણે દુબઇ જનાર પેસેન્જરોની સંખ્યા વધી હોવાથી એરલાઇન્સોએ એરફેરમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. હાલમાં સુરત- શારજાહનું પહેલી નવેમ્બરે રૂ. 16 હજાર અને ચોથી નવેમ્બરે 22 હજાર એરફેર દેખાડી રહ્યું છે. જોકે, તોતિંગ એરફેર હોવા છતાં આ ફ્લાઇટને 70 ટકા બુકિંગ મળ્યું છે, આવું એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું છે.
આમ, હવે કોરોના પછી સુરતમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં ફરી વાર શારજહાંની ફ્લાઇટ શરૂ થતા બિઝનેસ અને હરવા ફરવા માટે જતા સુરતીઓને પણ મોટી રાહત થઇ છે. અને આજ કારણ છે કે એરફેર મોંઘુ હોવા છતાં 70 ટકા જેટલું બુકીંગ મળી રહ્યું છે. ખાસ કરીને દિવાળીના સમયમાં આ ફ્લાઇટ શરૂ કરતા એરલાઈન્સને પણ ફાયદો થયો છે. દિવાળી પછી પણ આ ફ્લાઈટનો લાભ સુરતીઓ લેશે તેવી અપેક્ષા છે.