Navsari : ચીખલી પાસે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત, 2 ગંભીર

|

Jan 23, 2023 | 1:56 PM

નવસારીના ચીખલી નજીકના આલીપોર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આલીપોર બ્રીજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતો 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Navsari : ચીખલી પાસે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત, 2 ગંભીર
Navsari A terrible accident occurred between a container and a car near Chikhli 4 people died on the spot and 2 were seriously injured

Follow us on

નવસારીના ચીખલી નજીકના આલીપોર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આલીપોર બ્રીજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ પીડિતોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને થતા નવસારીના DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. હાલ ચીખલી પોલીસે આલીપોર બ્રિજ પર થયેલા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : નવસારીના દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો, વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ

ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો

સુરતના ONGC ચાર રસ્તા પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી હતી. સુરત શહેરમાં ગઈકાલે મોડી રાતે ONGC ચાર રસ્તા પાસે હજીરા તરફ જતા અને બ્રિજ ચઢતા નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા. જોકે આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરંતુ ડ્રાઇવર કન્ટેનરમાં ફસાઈ ગયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

અંતે તેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. જેથી શહેરની પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી બાજું ડમ્પર ચાલાક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પણ 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઇચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આઠ વ્યાજખોરોની ધરપકડ

બીજી તરફ સુરતમાં સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે. ત્યારે પોલીસે વધુ આઠ વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. 8 જેટલા વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ, નડીયાદ અને વડોદરાની જેલમાં મોકલાયા છે.

Published On - 12:54 pm, Mon, 23 January 23

Next Article