સુરતના અમરોલીમાં 3 વ્યક્તિની હત્યા, માલિકે કારીગરને છૂટ્ટો કરતા મળતિયાઓ સાથે કર્યો હુમલો, 2 સગીર આરોપીની ધરપકડ

સુરતના અમરોલીમાં કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હતો. વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની હતી. મળતિયાઓએ હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન 3ના મોત થયાં હતા.

સુરતના અમરોલીમાં 3 વ્યક્તિની હત્યા, માલિકે કારીગરને છૂટ્ટો કરતા મળતિયાઓ સાથે કર્યો હુમલો, 2 સગીર આરોપીની ધરપકડ
Surat murder
Follow Us:
| Updated on: Dec 25, 2022 | 2:05 PM

સુરતના અમરોલીમાં કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી હુમલો કર્યો હતો.  અમરોલીની  અંજની ઈન્ડસ્ટ્રીમાં આવેલી વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના બની હતી. મળતિયાઓએ હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન 3ના મોત થયાં હતા. આ  ઘટનાના સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે આરોપીઓએ  ચપ્પુ વડે કારખાનાના માલિક, તેના પિતા તેમજ મામા પર હુમલો કરીને  હત્યા કરી હતી. હાલમાં પરિવારે માંગણી કરી હતી કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી  પરિવાર તેમના સ્વજનોના મૃતદેહ સ્વીકારશે નહીં. જોકે પોલીસે  ગણતરીના કલાકોમાં આ હત્યાને અંજામ આપનારા  2 સગીર આરોપીની ધરપકડ કરી  હતી.

હુમલાની ઘટના બાદ  ત્રણેય ઇજાગ્રસ્તોને  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર બાદ ત્રણેયના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આરોપીઓએ પહેલા ચપ્પુ વડે કારખાના માલિક તેમજ તેમના પિતા પર હુમલો કર્યો હતો.આ  મારામારીમાં બાપ દીકરાને  બચાવવા જતા મામા પણ ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન ત્રણેયના મોત થયાં  હતા

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ સગીરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેથી તેઓ બદલો લેતા આ હુમલો કર્યો હતો.

આ ઘટનામાં પ્રાથમિક તબક્કે અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શકયતા સેવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે   આ ઘટનામાં સત્વરે  તમામ  લોકોને પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સ્થાનિક નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ

આ ઘટનાની જાણ થતા જ  સ્થાનિક ધારાસભ્યો કુમાર કાનાણી, વિનુ મોરડિયા સહિતના નેતાઓએ  પણ હોસ્પિટલ પહોચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે વાતચીત કરી હતી.

પોલીસે કરી 2 આરોપીની ધરપકડ

આ ઘટનામાં હુમલાના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.  દરમિયાન આ હુમલો થયો  તે પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા.  જેમાં માલિક આ સગીરોને કંઇકા કારણોસર ધમકાવતા તેમજ  માર મારતા નજરે ચઢ્યા હતા.

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">