અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી

અમદાવાદ મહાનગરપાલિકાની હદ વધુ મોટી થવાની તૈયારીમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી છે. રાજ્ય સરકાર જે પ્રમાણે મંજૂરી આપશે, તે પ્રમાણે તેનો અમલ કરવામાં આવશે. રાજ્ય સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરશે. સ્ટેન્ડિંગ કમિટીએ સરકારને મોકલેલી દરખાસ્તમાં બોપલ-ઘુમા, ચિલોડા, કઢવાડાનો એએમસીમાં સમાવેશ કરવાની દરખાસ્ત કરાઈ છે. આ […]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:38 AM

અમદાવાદ મહાનગરપાલિકાની હદ વધુ મોટી થવાની તૈયારીમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી છે. રાજ્ય સરકાર જે પ્રમાણે મંજૂરી આપશે, તે પ્રમાણે તેનો અમલ કરવામાં આવશે. રાજ્ય સરકાર આ અંગે નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરશે. સ્ટેન્ડિંગ કમિટીએ સરકારને મોકલેલી દરખાસ્તમાં બોપલ-ઘુમા, ચિલોડા, કઢવાડાનો એએમસીમાં સમાવેશ કરવાની દરખાસ્ત કરાઈ છે.

આ ઉપરાંત ઝુંડાલ, કોટેશ્વર, ભાટ, અમિયાપુર, ખોરજ, ખોડીયાર, વિસલપુર, ગેરતનગર, રણાસણા, બિસાસીયા સહિતના ગામોનો પણ એએમસીમાં સમાવેશ કરવાની રજૂઆત કરાઈ છે. જો રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી ગઈ તો આ તમામ વિસ્તારોનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થઈ જશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકના નુકસાન મુદ્દે કેબિનેટ બેઠકમાં રજૂ થયો રિપોર્ટ

તો નવા સીમાંકન માટે રાજય સરકારને દરખાસ્ત કરી દેવામાં આવી છે. બોપલ-ઘુમા સહિતના વિસ્તારોને કોર્પોરેશનની હદમાં સમાવાશે. આ વિસ્તારમાં ઔડા-AMC પાણી, ગટર, લાઇટની સુવિધામાં ઉમેરો કરશે. સાથે જ BRTS કોરિડોરની સુવિધા પણ ઉમેરવામાં આવશે. આ વિસ્તારોને વહીવટી પ્રક્રિયાનો લાભ આપવા માટે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. હાલ શહેરના 464 સ્કવેર કિમી વિસ્તારમાં વધુ 50થી 55 સ્કવેર કિમી ઉમેરાશે. જો કે 48 વોર્ડમાં વધુ કોઇ વોર્ડનો સમાવેશ કરાશે નહીં. નવ વિસ્તારોમાં વોર્ડ ઓફિસ, સ્ટાફ અને મોનિટરિંગ એજન્સી મળશે. એક વોર્ડમાં 1.16 લાખ વસ્તી હશે. જેમાં પણ 10થી 15 ટકાનો વધારો થઇ શકશે. મહત્વનું છે કે વર્ષ 2021માં નવી વસ્તી ગણતરી બાદ નવું ફરી સીમાંકન કરવાનું રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">