સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી ઓનલાઈન દર્શન બુકિંગ અને પાસ સિસ્ટમ ફરજિયાત લાગુ,ભાવિકોએ દર્શન માટે ટ્રસ્ટની વેબસાઈટ પર મૂકવામાં આવેલ લિંક પરથી અગાઉથી સમયનો સ્લોટ બુક કરાવવો પડશે,સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું પ્રથમ મંદિર

Pinak Shukla

Pinak Shukla |

Updated on: Jul 25, 2020 | 4:03 AM

સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભાવિકોની વધતી જતી ભીડ અને કોરોનાને ધ્યાનમાં રાખી આજથી ઓનલાઈન દર્શન બુકિંગ અને પાસ સિસ્ટમ ફરજિયાત લાગુ કરી દર્શન વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું પ્રથમ મંદિર બનશે. સોમનાથમાં બહારથી આવતા ભાવિકોએ દર્શન માટે ટ્રસ્ટની વેબસાઈટ પર મૂકવામાં આવેલ લિંક પરથી અગાઉથી સમયનો […]

સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી ઓનલાઈન દર્શન બુકિંગ અને પાસ સિસ્ટમ ફરજિયાત લાગુ,ભાવિકોએ દર્શન માટે ટ્રસ્ટની વેબસાઈટ પર મૂકવામાં આવેલ લિંક પરથી અગાઉથી સમયનો સ્લોટ બુક કરાવવો પડશે,સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું પ્રથમ મંદિર
http://tv9gujarati.in/somnath-mahadev-…ok-karavvo-padse/

સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભાવિકોની વધતી જતી ભીડ અને કોરોનાને ધ્યાનમાં રાખી આજથી ઓનલાઈન દર્શન બુકિંગ અને પાસ સિસ્ટમ ફરજિયાત લાગુ કરી દર્શન વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું પ્રથમ મંદિર બનશે. સોમનાથમાં બહારથી આવતા ભાવિકોએ દર્શન માટે ટ્રસ્ટની વેબસાઈટ પર મૂકવામાં આવેલ લિંક પરથી અગાઉથી સમયનો સ્લોટ બુક કરાવીને જ આવવાનું રહેશે. બહારથી આવતા ભાવિકો માટે દર્શન માટેનું ઓનલાઈન બુકિંગ ફરજિયાત કરવાનું રહેશે. દર્શનના પાસ ફરજિયાત લેવાના રહેશે. દર્શનના પાસ સોમનાથ મંદિરની સામે જૂના પથિકાશ્રમની જગ્યા પર કાઉન્ટર ઉપરથી મળશે. સામાજિક અંતર સાથે દર્શન કરવાના રહેશે. એક કલાકમાં ૭પ૦થી વધારે ભાવિકો દર્શન કરી શકશે તેવી ધારણા છે. માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિતના નિયમો પાળવાના રહેશે. જે ભાવિકો પાસે પાસ હશે તેને જ મંદિર સંકુલમાં દર્શન કરવા જવા દેવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati