મોડાસાના બજારમાં પાર્ક કરેલા મોપેડમાં ચડ્યો સાપ, મોપેડમાં સાપ જોઈને થઈ નાસભાગ

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભરચક બજારમાં સાપને લઇને ઓચિંતી દોડાદોડ મચી ગઇ હતી. વાત જાણે કે એમ હતી કે મોડાસા શહેરમાં આવેલા લક્ષ્મી શોપીંગ સેન્ટરમાં એક યુવાન પોતાનુ મોપેડ લઇને મોબાઇલ ખરીદવા માટે આવ્યો હતો.  પોતાનુ મોપેડ શોપીંગ સેન્ટરની બહાર જાહેર રસ્તા પર પાર્ક કર્યુ હતુ. જ્યાં અગાઉથી આસપાસમાં […]

મોડાસાના બજારમાં પાર્ક કરેલા મોપેડમાં ચડ્યો સાપ, મોપેડમાં સાપ જોઈને થઈ નાસભાગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:13 PM

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભરચક બજારમાં સાપને લઇને ઓચિંતી દોડાદોડ મચી ગઇ હતી. વાત જાણે કે એમ હતી કે મોડાસા શહેરમાં આવેલા લક્ષ્મી શોપીંગ સેન્ટરમાં એક યુવાન પોતાનુ મોપેડ લઇને મોબાઇલ ખરીદવા માટે આવ્યો હતો.  પોતાનુ મોપેડ શોપીંગ સેન્ટરની બહાર જાહેર રસ્તા પર પાર્ક કર્યુ હતુ. જ્યાં અગાઉથી આસપાસમાં અન્ય બાઇક અને મોપેડ પાર્ક કરેલા હતાં. યુવક મોબાઇલની દુકાનમાં  મોબાઇલ જોઇ રહ્યો હતો એ દરમ્યાન જ કોઇકની નજર પર મોપેડ પર પડતા સાપ તેમાંથી બહાર નિકળ્યો હોવાની બુમાબુમ થઇ હતી.

 સાપ હોવાની બુમાબુમ થતા જ આસપાસમાં ઉભેલા લોકોમાં જાણ કે ગભરામણ વધી ગઇ હતી. ભરચક બજાર વિસ્તારમાં જાહેર રોડ પર સાપ નિકળવાની ઘટનાને લઇને લોકો પણ ઘડી બે ઘડી બુમાબુમ કરી મુકી હતી.  કોઇકે સ્થાનિક જીવદયા પ્રેમી જયેશ ભટ્ટનો સંપર્ક કરતા, તેઓ ત્યાં પહોંચી ગયા હતા.  પંદરથી વીસ મીનીટની મથામણ બાદ મોપેડમાં સંતાયેલા સાપને બહાર કાઢીને પકડી લીધો હતો.  જોકે આ સાપ આસપાસમાંથી આવીને મોપેડમાં ઘુસ્યો કે મોપેડમાં જ પહેલાથી સાપ ઘુસીને સફર કરી અહી પહોંચ્યો હતો તેની કોઇ સ્પષ્ટતા થઇ શકી નહોતી અને એ વાતે જ મોપેડ માલિક યુવાન પણ ચિંતામાં હતો કે પોતાને જાણે કે ઘાત ટળી અને સાપ નજરે ચઢતા પકડાઇ ગયો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃચીન એ ના ભુલે કે ભારતે પણ પ્રગતિ કરી છે, પૈગોગમાં બીજીવારની સૈન્ય ઘટના બાદ બોલ્યા વિદેશ પ્રધાન એસ. જયશંકર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">