AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad plane crash : એર ઈન્ડિયાના તુટી પડેલા વિમાન અંગે બહાર આવી ચોંકાવનારી વિગતો, જાણો

અમદાવાદમાં ગત 12 જૂનના રોજ બપોરના સમયે તુટી પડેલા એર ઈન્ડિયાના વિમાન અંગે ચોકાવનારી વિગતો સામે આવી છે. એર ઇન્ડિયા સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 વર્ષ જૂની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સની જૂન 2023માં તેની જાળવણી બાબતે વ્યાપકપણે તપાસ કરવામાં આવી હતી.

Ahmedabad plane crash : એર ઈન્ડિયાના તુટી પડેલા વિમાન અંગે બહાર આવી ચોંકાવનારી વિગતો, જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2025 | 12:30 PM
Share

Shocking details of crashed AI 171 plane : અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ટેક ઓફ થયાની બીજી જ મિનિટે જમીન પર તુટી પડ્યું હતું. જેમાં સવાર એક સિવાયના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરના મોત થયા છે. આ દુર્ધટના અંગે, હાલમાં તો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) તપાસ કરી રહી છે, તેની સાથે સાથે અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) તેમજ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) તપાસમાં જોડાયું છે. આ તમાસ એજન્સીઓની તપાસ બાદ જે કોઈ તારણ સામે આવે તે ખરું પરંતુ આ દરમિયાન એર ઈન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોએ તુટી પડેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 અંગે ચોકાવનારી માહિતી પૂરી પાડી છે.

12 વર્ષ જૂનુ હતુ વિમાન

એર ઈન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સની જૂન 2023માં તેની જાળવણી બાબતે વ્યાપકપણે તપાસ કરવામાં આવી હતી. હવે પછીની સંપૂર્ણ તપાસ આ વર્ષે ડિસેમ્બરમાં થવાની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સ લગભગ 12 વર્ષ જૂનુ વિમાન હતું. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સના જમણા એન્જિનનું માર્ચ 2025માં ઓવરહોલ કરવામાં આવ્યું હતું. જ્યારે એન્જિન ઉત્પાદક કંપનીના પ્રોટોકોલ મુજબ ડાબા એન્જિનનું એપ્રિલ 2025માં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

બોંઈગ વિમાનની તપાસ વધારવા આદેશ

સત્તાવાર સૂત્રોનો દાવો છે કે, એન્જિન અને વિમાનમાં કોઈ સમસ્યા નહોતી. પરંતુ આ દુર્ધટના બાદ, DGCA એ એર ઇન્ડિયાના બોઇંગ 787-8/9 વિમાનની સલામતી અંગે તપાસ વધારવાનો આદેશ આપ્યો છે. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) અકસ્માતની તપાસ કરી રહ્યું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, વિમાનની એક વિમાનની સલામતી તપાસ કરવામાં આવી રહી છે અને નવ વિમાનોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એરલાઇનના કાફલામાં કુલ 26 લેગસી બોઇંગ 787-8 અને સાત બોઇંગ 787-9 છે.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">