શિક્ષણાધિકારીના અભિપ્રાય માંગતા વેબિનારમાં શિક્ષકો અને વાલીઓએ દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવા માંગ કરી

ભરૂચ જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાઓ શરુ કરવા સંદર્ભે વેબિનાર યોજાયો હતો. જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો જોડાયા હતા. શૈક્ષણિકકાર્ય સાથે જોડાયેલા આ તમામ લોકોએ નૂતન વર્ષમાં લાભપાંચમ પછી શાળાઓ શરુ કરવા માંગ કરી હતી. કોરોના સાથે અનલોકમાં સામાન્ય જનજીવન શરૂ થયું છે, ત્યારે સાવચેતી સાથે શૈક્ષણિક કાર્ય પણ શરૂ કરવા એકસૂર ઉઠ્યો હતો. […]

શિક્ષણાધિકારીના અભિપ્રાય માંગતા વેબિનારમાં શિક્ષકો અને વાલીઓએ દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવા માંગ કરી
Ankit Modi

| Edited By: Kunjan Shukal

Oct 22, 2020 | 4:46 PM

ભરૂચ જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાઓ શરુ કરવા સંદર્ભે વેબિનાર યોજાયો હતો. જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો જોડાયા હતા. શૈક્ષણિકકાર્ય સાથે જોડાયેલા આ તમામ લોકોએ નૂતન વર્ષમાં લાભપાંચમ પછી શાળાઓ શરુ કરવા માંગ કરી હતી. કોરોના સાથે અનલોકમાં સામાન્ય જનજીવન શરૂ થયું છે, ત્યારે સાવચેતી સાથે શૈક્ષણિક કાર્ય પણ શરૂ કરવા એકસૂર ઉઠ્યો હતો.

Shikshandhikari na abhipray mangta webinar ma shikshako ane valio e diwali vacation bad schools sharu karva mang kari

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયામાં અર્થવ્યવસ્થાની સાથે મોટાભાગની સેવાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ શાળાઓ હાલ પુરતી બંધ છે. શાળો દ્વારા ઓનલાઈન એજ્યુકેશન અપાઈ રહ્યું છે, પરંતુ શાળાના સંકુલનું વાતાવરણ ન મળવાથી ચોક્કસ વિદ્યાર્થીઓની અભ્યાસ પાછળ રુચિમાં ફર્ક પડી રહ્યો છે. દિવાળી વેકેશન પણ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે વેકેશન બાદ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું કે કોવીડ 19 ગાઈડલાઇનને અનુસરતા શાળાઓ શરૂ કરવી જોઈએ કે નહીં તે અંગે સરકાર અભિપ્રાય મેળવવા પ્રયાસ કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Shikshandhikari na abhipray mangta webinar ma shikshako ane valio e diwali vacation bad schools sharu karva mang kari

શૈક્ષણિક કાર્ય કઈ રીતે આગળ વધારવું તે અંગે અભિપ્રાય મેળવવા સરકારે વાલીઓ, શાળા સંચાલકો,શિક્ષકો અને અધિકારીઓના મંતવ્ય માંગ્યા હતા. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો જોડાયા હતા. વેબિનારમાં લાભપાંચમથી માધ્યમિક શાળાઓ શરૂ થવી જોઈએ તેવો એકમત જવાબ મળ્યો હતો. દરેક વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિને અનુસરીને SOP સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિઝર બનાવીને શાળાઓ શરૂ કરવા મત વ્યક્ત કર્યો હતો. શાળાઓ શરૂ કરતા પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે કેમ્પેઈન કરવાનું અધિકારીઓએ સૂચન કર્યા હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સૂચનો સરકારમાં મોકલી આપવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati