AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: વિકાસ કાર્યોનો ધમધમાટ શરુ કરનાર ચીફ ઓફિસરની બદલી કર્યા બાદ રદ કરાઈ, ઉચ્ચ કક્ષાએથી લેવાયો નિર્ણય!

રાજ્યની અલગ અલગ નગરપાલીકાઓના ચીફ ઓફિસરોની બદલીઓના હુકમ કરવામાં આવ્યા હતા. 26 જેટલા ચીફ ઓફિસરોની બદલીઓ કરવાના આદેશ રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે કર્યા હતા.

Sabarkantha: વિકાસ કાર્યોનો ધમધમાટ શરુ કરનાર ચીફ ઓફિસરની બદલી કર્યા બાદ રદ કરાઈ, ઉચ્ચ કક્ષાએથી લેવાયો નિર્ણય!
ચીફ ઓફિસરની બદલી કર્યા બાદ રદ કરાઈ
| Updated on: Aug 08, 2023 | 11:37 PM
Share

તાજેતરમાં જ રાજ્યની અલગ અલગ નગરપાલીકાઓના ચીફ ઓફિસરોની બદલીઓના હુકમ કરવામાં આવ્યા હતા. 26 જેટલા ચીફ ઓફિસરોની બદલીઓ કરવાના આદેશ રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે કર્યા હતા. આ દરમિયાન હિંમતનગર નગર પાલીકાના ચીફ ઓફિસરની ટ્રાન્સફર પણ બદલીની યાદીમાં થઈ હતી. જોકે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં હિંમતનગર ખાતે અગાઉ ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલની બદલી કરી હતી, હવે તેમની બદલી વિજાપુર થવાને લઈ શહેરીજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો હાથ ધરી હતી.

અલ્પેશ પટેલને હિંમતનગરના વિકાસની ગતિને ફરીથી પાટા પર ચડાવવા માટે થઈને મુકવામાં આવ્યા હોવાની ચર્ચા હતી. આ દરમિયાન તેઓએ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ કાર્યો હાથ ધરીને શહેરના વિકાસની ગતિ શરુ કરી હતી. આ દરમિયાન ફરીથી 26 અધિકારીઓની બદલીઓની સાથે ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ બદલીનો આદેશ રદ કરી દીધો છે.

CO અલ્પેશ પટેલની બદલીનો ઓર્ડર રદ

હિંમતનગર નગરપાલીકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વિવિધ કાર્યનો ધમધમાટ શરુ કર્યો હતો. પાલીકાના કાર્યોના લોકાર્પણ અને ખાતમૂર્હતના કાર્યક્રમો પણ વધવા લાગતા શહેરમાં ફરીથી વિકાસનો માહોલ શરુ થયો હતો. શહેરમાં આવેલ પાલીકા સ્તરનો દેશનો મોડેલ એવોર્ડ વિનર પ્રોજેક્ટ કેનાલ ફ્રન્ટની સુંદરતાને ફરીથી સુંદર બનાવવાની શરુઆત કરી હતી. કેનાલની મરામત કરવાના કાર્યો શરુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બીજા તબક્કાના કેનાલ ફ્રન્ટને લઈને પણ કાર્યવાહી શરુ કરવામા આવી હતી.

શહેરમાં ટીપી રોડ નવા ફોર લાઈન ઝડપથી પૂર્ણ કરીને તેને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ તમામ કાર્યો માટે ધારાસભ્ય વીડી ઝાલા અને નગરપાલીકાએ ઝડપ હાથ ધરી હતી. જેમાં ચીફ ઓફિસર મહત્વની ભૂમિકા સ્થાનિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ નિભાવી હતી. આમ અચાનક બદલી થવાને લઈ સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામા આવી હતી. જેને લઈ તેમની વિજાપુર ખાતે કરવામાં આવેલી બદલીના હુકમને રદ કરવામાં આવ્યો હતો.

26 ચીફ ઓફિસરનો બદલી કરાઈ હતી

ગત 4 ઓગષ્ટે રાજ્યની નગરપાલિકાઓના 26 ચીફ ઓફિસરોની બદલી કરવામા આવી હતી. જેમાં હિંમતનગર નગર પાલીકાના ચીફ ઓફિસર તરીકે કુ. વૈશાલી નિનામાને મુકવામાં આવ્યા હતા. તેમને રાધનપુર નગરપાલિકાથી બદલી કરીને હિંમતનગર મુકવામાં આવ્યા હતા. જ્યારે અલ્પેશ પટેલની બદલી વિજાપુર નગરપાલિકામાં કરવામા આવી હતી.

આ પણ વાંચોઃ Breaking News: રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કયા શહેરોમાં નવા અધિકારી મૂકાયા

અલ્પેશ પટેલનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે અને કુ વૈશાલી નિનામાની બદલી હિંમતનગરના બદલે વલ્લભવિદ્યાનગર ખાતે કરવામાં આવી છે. આમ હવે અલ્પેશ પટેલને હિંમતનગરના ચીફ ઓફિસર તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. આમ હવે આગામી દિવસોમાં નગરપાલીકા ગેરકાયદેસર રીતે શહેરમાં પોતાની મનમાની ચલાવનારાઓ સામે લાલ આંખ દેખાડે તો નવાઈ નહીં. પાલીકા તંત્ર ખુદ હવે એક્શન મોડમાં જોવા મળશે એવા સંકેતો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha Bank: સાબરકાંઠા બેંકના ચેરમેન પદે પ્રથમ વાર મહિલાની વરણી, 113 વખત રાહ જોયા બાદ મળી તક!

સાબરકાંઠા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">