Breaking News: રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કયા શહેરોમાં નવા અધિકારી મૂકાયા

રાજ્ય સરકારે 26 અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. સુરેન્દ્રનગર, વડનગર, રાધનપુર, ખેરાલુ, બરવાળા, ભરુચ અને હિંમતનગરના ચીફ ઓફિસરોની બદલી કરાઈ છે.

Breaking News: રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કયા શહેરોમાં નવા અધિકારી મૂકાયા
26 Chief Officers ની બદલીના આદેશ કરાયા
Follow Us:
| Updated on: Aug 04, 2023 | 9:56 PM

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે 26 અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. સુરેન્દ્રનગર, વડનગર, રાધનપુર, ખેરાલુ, બરવાળા, ભરુચ અને હિંમતનગરના ચીફ ઓફિસરોની બદલી કરાઈ છે. તાત્કાલિક અસરથી બદલીના આદેશનો અમલ કરવાની સૂચના સાથે હુકમ શહેરી વિકાસના નાયબ સચિવ દ્વારા કરવામાં આવ્યો છે.

રાજ્યમાં હાલમાં બદલીઓ તબક્કો ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકારના ગૃહ વિભાગે મોટા પાયે IPS અધિકારીઓની બદલીઓ કરી હતી. જેમાં કેટલાક જિલ્લાના SP થી લઈને મહાનગરના કમિશ્નરની બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા.

26 શહેરના CO ની બદલી કરાઈ

નગરપાલીકાના ચીફ ઓફિસરોની બદલીઓના આદેશ શુક્રવારે કરવામાં આવ્યા હતા. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બદલીઓના આદેશ કરવામાં આવ્યા હતા. રાજ્યની 26 નગરપાલિકાઓના અધિકારીઓની બદલીના આદેશ કરી તેઓને તુરત બદલી કરાયેલ  નવા સ્થળની પાલિકાએ હાજર થવા માટે સૂચનાઓ કરવામાં આવી છે. કેટલાક શહેરોમાં વિકાસની ગતિ તેજ કરવા માટે થઈને શહેરી વિકાસ વિભાગે બદલીઓનો ગંજીફો ચીપ્યો હોવાનુ મનાય છે. જોકે હિંમતનગર શહેરમાં વિકાસની ગતિ તેજ બની હતી એ દરમિયાન જ ચિફ ઓફીસરની બદલી કરાતા તર્ક વિતર્ક સર્જાયા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જાણો કોની બદલી ક્યાંથી ક્યાં કરાઈ

  1. ગોરાંગ પટેલ, દેવગઢ બારીયા થી પોરબંદર
  2. મિલાપ પટેલ, ઉમરેઠ થી કાલોલ
  3. સંદિપ પટેલ, પાટણ થી કડી
  4. નીલમ ઘેટીયા, હળવદ થી ઉપલેટા
  5. પ્રાચી દેસાઈ, આમોદ થી ગણદેવી
  6. સંજય પટેલ, થાનગઢ થી માંડવી
  7. ભાવના ગોસ્વામી, કાલાવાડ થી ચલાલા
  8. અલ્પેશ પટેલ, હિંમતનગર થી વિજાપુર
  9. યોગેશ ગણાત્રા, બોરસદ થી બરવાળા
  10. વીરાજ શાહ, બરવાળા થી બોરસદ
  11. હરીશ અગ્રવાલ, સિક્કા થી ભરુચ
  12. પરાક્રમસિંહ મકવાણા, જામરાવલ થી કાલાવાડ
  13. બ્રજરાજસિંહ વાળા, ચોટીલા થી ધંધુકા
  14. અતુલચંદ્ર સિંહા, ડાકોર થી ઉમરગામ
  15. કુ. વૈશાલી નિનામા, રાધનપુર થી હિંમતનગર
  16. કુ દેવીબેન ચાવડા, માંગરોળ થી વંથલી
  17. ઉપેન્દ્ર ગઢવી, ઈડર થી વડનગર
  18. જીગ્નેશ બારોટ, વડનગર થી સુરેન્દ્રનગર
  19. નીતિન બોડાત, પેટલાદ થી પાટણ
  20. કલ્પેશ ભટ્ટ, કડી થી રાધનપુર
  21. નરેશ મુનીયા, ધંધુકા થી લુણાવાડા
  22. તુષાર ઝાલરીયા, લીમડી થી હળવદ
  23. દિગ્વીજય પ્રજાપતિ, ઠાસરા થી ખેરાલુ
  24. ભાવિન કંધાણી, ભાણવડ થી નખત્રાણા
  25. સાગર રાડીયા, સુરેન્દ્રનગર થી લીંમડી
  26. કુ. ઉમા રામીણા, ખેરાલુ થી ઉમરેઠ

આ પણ વાંચોઃ  Sabarkantha: લોકસભામાં સાબરકાંઠાના બાળકોના કરાયા વખાણ, 16 કરોડ રુપિયાની કરી બચત!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">