Dam Water Level: ભારે વરસાદને લઈ ઉત્તર ગુજરાતના ડેમમાં આવક વધી, જાણો જળાશયની સ્થિતી

North Gujarat Dam Water Level Today: ઉત્તર ગુજરાત અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ ડેમમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ અને દાંતીવાડા સહિતના જળાશયોમાં જળ જથ્થો વધ્યો છે.

Dam Water Level: ભારે વરસાદને લઈ ઉત્તર ગુજરાતના ડેમમાં આવક વધી, જાણો જળાશયની સ્થિતી
North Gujarat Dam Water Level Today
Follow Us:
| Updated on: Jul 11, 2023 | 6:23 PM

ઉત્તર ગુજરાતમાં વરસાદનુ જોર ભારે રહ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉત્તર ગુજરાતની અનેક નદીઓ બે કાંઠે જોવા મળી છે. ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા જળાશય હાઈએલર્ટ પર છે અને જેને લઈ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના બનાસ નદીના કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમ સહિતના જળાશયોમાં મોટા પ્રમાણમાં આવક છેલ્લા 48 કલાકમાં થઈ છે.

ધરોઈ, દાંતીવાડા અને વાત્રક સહિતના મહત્વના ડેમમાં પાણીની આવક નોંધાવાને લઈ ખેડૂતોને રાહત સર્જાઈ છે. જળાશયોમાં આવક નોંધાવવાને લઈ પાણીના જળ સંગ્રહમાં મોટો વધારો થયો છે. સાબરકાંઠા અને અરવલ્લીના તમામ જળાશયોમાં આવક નોંધાઈ છે. સિંચાઈ વિભાગની વિગતોનુસાર તમામ ડેમ અને જળાશયમાં છેલ્લા 24 કલાક દરમિયાન આવક નોંધાઈ છે.

ઉત્તર ગુજરાતના જળાશયોની સ્થિતી પર એક નજર કરીશુ, કયા જળાશયોમાં શુ છે સ્થિતી, જાણો (મંગળવાર, 11, જુલાઈ 2023, સવારે 12.00 કલાક સુધીની સ્થિતી)

ધરોઈ ડેમ સ્થિતી

  • હાલની સપાટી-612.95 ફુટ
  • રુલ લેવલ-618.04 ફુટ
  • મહત્તમ સપાટી-622.04 ફુટ
  • હાલનો જળજથ્થો-67.55 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 5.00 કલાકે 8055 ક્યુસેક આવક
  • સવારે 6.00 કલાક 4027 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 4027 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 4027 ક્યુસેક આવક

દાંતીવાડા ડેમ

  • હાલની સપાટી-181.24 મીટર
  • રુલ લેવલ-182.50 મીટર
  • મહત્તમ સપાટી-184.10 મીટર
  • હાલનો જળજથ્થો-75.58 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 6.00 કલાક 14862 ક્યુસેક આવક
  • સવારે 7.00 કલાકે 9907 ક્યુસેક આવક
  • સવારે 09.00 કલાકે 10025 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 10025 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 10025 ક્યુસેક આવક
આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

વાત્રક જળાશય

  • હાલની સપાટી-132.22 મીટર
  • રુલ લેવલ-134.50 મીટર
  • મહત્તમ સપાટી-136.25 મીટર
  • હાલનો જળજથ્થો-47.90 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 7.00 કલાકે 3850 ક્યુસેક આવક
  • સવારે 8.00 કલાકે 4560 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 4560 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 4560 ક્યુસેક આવક

ગુહાઈ જળાશય

  • હાલની સપાટી-169.85 મીટર
  • રુલ લેવલ-172.25 મીટર
  • મહત્તમ સપાટી-173 મીટર
  • હાલનો જળજથ્થો-50.45 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 5.00 કલાકે 364 ક્યુસેક આવક
  • સવારે 8.00 કલાકે 200 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 100 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 100 ક્યુસેક આવક

માઝમ જળાશય

  • હાલની સપાટી-151.91 મીટર
  • રુલ લેવલ-155.50 મીટર
  • મહત્તમ સપાટી-157.10 મીટર
  • હાલનો જળજથ્થો-23.30 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 6.00 કલાક 1000 ક્યુસેક આવક
  • સવારે 7.00 કલાકે 1250 ક્યુસેક આવક
  • સવારે 8.00 કલાકે 500 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 125 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 60 ક્યુસેક આવક

આ પણ વાંચોઃ National Highway: ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિઝ ચોમાસાની શરુઆતે ધોવાયા, ખાડા પડતા રસ્તો જોખમી બન્યો!

હાથમતી જળાશય

  • હાલની સપાટી-178.03 મીટર
  • મહત્તમ સપાટી-180.75 મીટર
  • હાલનો જળજથ્થો-40.52 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 6.00 કલાક 375 ક્યુસેક આવક
  • સવારે 7.00 કલાકે 500 ક્યુસેક આવક
  • સવારે 8.00 કલાકે 500 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 500 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 500 ક્યુસેક આવક

હરણાવ જળાશય

  • હાલની સપાટી-327.29 મીટર
  • રુલ લેવલ-331.00 મીટર
  • મહત્તમ સપાટી-332.00 મીટર
  • હાલનો જળજથ્થો-54.41 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 8.00 કલાકે 350 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 170 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 170 ક્યુસેક આવક

મેશ્વો જળાશય

  • હાલની સપાટી-209.18 મીટર
  • મહત્તમ સપાટી-214.59 મીટર
  • હાલનો જળજથ્થો-43.66 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 8.00 કલાકે 110 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 110 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 110 ક્યુસેક આવક

મુક્તેશ્વર ડેમ

  • હાલની સપાટી-195.19 મીટર
  • રુલ લેવલ-200.00 મીટર
  • મહત્તમ સપાટી-201.65 મીટર
  • હાલનો જળજથ્થો-26.04 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 6.00 કલાકે 689 ક્યુસેક આવક
  • સવારે 7.00 કલાકે 459 ક્યુસેક આવક
  • સવારે 10.00 કલાકે 229 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 229 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 229 ક્યુસેક આવક

સીપુ ડેમ

  • હાલની સપાટી-178.56 મીટર
  • રુલ લેવલ-183.50 મીટર
  • મહત્તમ સપાટી-186.43 મીટર
  • હાલનો જળજથ્થો-19.14 ટકા

નોંધાયેલ આવક

  • સવારે 6.00 કલાકે 1250 ક્યુસેક આવક
  • સવારે 10.00 કલાકે 932 ક્યુસેક આવક
  • સવારે 11.00 કલાકે 340 ક્યુસેક આવક
  • બપોરે 12.00 કલાકે 300 ક્યુસેક આવક

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર નહી વોર્ડ બોય અને ફાર્માસિસ્ટ આપે છે દવા, તબિબ વિના સ્થાનિકો પરેશાન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">