Sabarkantha: રાજકોટ લઈ જવાતો 38 લાખનો દારુનો જથ્થો SMC ટીમે પ્રાંતિજ નજીક ઝડપ્યો, ટ્રકમાં ગુપ્ત ખાનુ બનાવી હેરફેર કરાઈ રહી હતી

|

Jul 22, 2023 | 11:41 AM

State Monitoring Cell: સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા ટ્રકને સાબરકાંઠામાંથી નેશનલ હાઈવે પરથી પસાર થવા દરમિયાન ઝડપી લેવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસ મથકે દારુના જથ્થાને મંગાવનાર અને મોકલનાર સામે ગુનો નોંધી કાર્યવાહી શરુ કરાઈ છે.

Sabarkantha: રાજકોટ લઈ જવાતો 38 લાખનો દારુનો જથ્થો SMC ટીમે પ્રાંતિજ નજીક ઝડપ્યો, ટ્રકમાં ગુપ્ત ખાનુ બનાવી હેરફેર કરાઈ રહી હતી
ટ્રકમાં GPS ટ્રેકર લગાવાયુ હતુ.

Follow us on

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને મોટા પ્રમાણમાં વિદેશી દારુના જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હોય છે. સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) ને બાતમી મળવાને લઈ શામળાજી થી ચિલોડા હાઈવે પર બાજ નજર રાખવામાં આવી હતી. SMC ની ટીમે આવી જ રીતે એક ટ્રકને ઝડપી લઈને તલાશી લેતા જેમાં ગુપ્ત ખાનુ બનાવીને તેમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારુ ઝડપાયો છે. ટ્રક પર સતત નજર રાખવા માટે GPS ટ્રેકર રાખવામાં આવ્યુ હતુ.

પ્રાંતિજ પોલીસ મથકે નોંધવામાં આવેલી ફરીયાદ મુજબ 38.68 લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપ્યો છે. પોલીસે ચાલક સહિત 2 લોકોની ધરપક઼ડ કરી છે. પોલીસે 6 લોકોની સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. SMC ટીમે દારુ ભરી આપનાર બુટલેગર થી લઈને ગુજરાતમાં રીસીવ કરનારાઓને પણ આરોપી તરીકે સામેલ કરીને તેમની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

રાજકોટ લઈ જવાતો હતો જથ્થો

રાજસ્થાન તરફથી વિદેશી દારુનો આ વિશાળ જથ્થો ટ્રક મારફતે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. આ અંગેની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળી હતી. જેને લઈ ટીમ દ્વારા આ ટ્રકને લઈ નેશનલ હાઈવે પર ટ્રેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટીમને ટ્રક ટ્રેક થતા તેને પ્રાંતિજના ટોલ પ્લાઝા નજીક ઓરણ ગામની સીમ પાસે અટકાવવામાં આવી હતી. પોલીસે તેને અટકાવીને તેને તપાસ કરતા ટ્રકમાં એક વિશાળ ગુપ્ત ખાનુ બનાવ્યુ હતુ. આ ખાનામાં દારુનો વિશાળ જથ્થો મળ્યો હતો.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

પોલીસની આંખમાં ધૂળ નાંખવા ટ્રકમાં પશુ આહાર ભર્યો

ટ્રકમાં ગુપ્ત ખાનાની આગળ આરોપી શખ્શોએ પરાળ-ભૂસાને બોરીઓમાં ભરીને ગોઠવી દેવામાં આવી હતી. લગભગ 280 નંગ જેટલી બોરીઓ ભરીને તેની પાછળ દારુનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. આમ પોલીસની આંખમાં રસ્તામાં ધૂળ નાંખી શકાય અને પોલીસથી બચી શકાય. આમ કરીને જ આ ટ્રક અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં ઘૂસી હતી. જોકે આ દરમિયાન બાતમીને આધારે હવે SMCની ટીમે તેને ગાંધીનગર જિલ્લાની હદમાં પહોંચવા પહેલા પહેલા જ ઝડપી લીધી છે. આ ટ્રક ગાંધીનગર અને અમદાવાદ થઈને રાજકોટ જનારી હોવાની વિગતો ટીમને સામે આવી છે.

ઝડપાયેલ આરોપી

  1. પરસારામ જેવતારામ સિવર (બિશ્નોઈ) રુડકલી, તા. મંડોર, જિ. જોધપુર, રાજસ્થાન
  2. સોહનલાલ રાણારામ સિવર (બિશ્નોઈ) રુડકલી, તા. મંડોર, જિ. જોધપુર, રાજસ્થાન

આ પણ વાંચોઃ Sabarkantha: શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઉંડા ખાડા, નવા નિર્માણ થયેલા પુલની હાલત ફરી ભંગાર બની-Video

કોની સામે દાખલ થયો ગુનો

  1. સુખલાલ ઉર્ફે સકાજી ડાંગી રહે. ઘાંસા તા. માવલી જિ. ઉદયપુર, રાજસ્થાન (દારુની હેરફેરની લાઈન ચલાવનાર મુખ્ય આરોપી)
  2. ભરત ડાંગી ઉર્ફે ભરત લંગડો રહે. ઉદયપુર, રાજસ્થાન (દારુની હેરફેરની લાઈન ચલાવનાર મુખ્ય આરોપી)
  3. પરસારામ જેવતારામ સિવર (બિશ્નોઈ) રુડકલી, તા. મંડોર, જિ. જોધપુર, રાજસ્થાન (ટ્રક ચાલક)
  4. સોહનલાલ રાણારામ સિવર (બિશ્નોઈ) રુડકલી, તા. મંડોર, જિ. જોધપુર, રાજસ્થાન (ટ્રક ક્લીનર)
  5. રમેશ બિશ્નોઈ, જયપુર, મૂળ રહે સાંચોર, રાજસ્થાન (મોબાઈલ નંબર ધારક)
  6. રાજકોટ ખાતે વિદેશી દારુનો જથ્થો મંગાવનાર અજાણ્યો શખ્શ અને તપાસમાં અન્ય જે નામ ખૂલશે એ નામ સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Sabarkantha:હિંમતનગર નજીકથી 270 કિલો માદક પદાર્થ LCB ટીમે ઝડપ્યો, કાર સાથે કિશોર ઝડપાયો

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:40 am, Sat, 22 July 23

Next Article