AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ

શામળાજીમાં જન્માષ્ટમીનો મેળો ગુરુવારે યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં શામળીયા ભગવાના દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન શામળીયાના દરબારમાં આઠમની હાજરી ભરવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે.

Shamlaji: જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે, રજાઓને લઈને ખાસ આયોજન કરાયુ
ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે
| Updated on: Sep 04, 2023 | 10:12 PM
Share

શામળાજીના મેળાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે શામળાજીમાં જન્માષ્ટમીનો મેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં શામળીયા ભગવાના દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન શામળીયાના દરબારમાં આઠમની હાજરી ભરવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે.

જેને લઈ એસટી નિગમ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. નિયમીત ઉપરાંત વધારાની ખાસ બસ શામળાજી અલગ અલગ રુટથી દોડાવવામાં આવશે. એસટી નિગમના વિભાગીય નિયામકે એક નિવેદન દ્વારા જણાવ્યુ છ કે, જન્માષ્ટમીના તહેવારોને લઈ જે રીતે શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે, જેને લઈ તેમને સરળતાથી મુસાફરી થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યુ છે.

70 બસ દોડાવાશે

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન હિંમતનગર એસટી વિભાગ દ્વારા 70 જેટલી બસ દોડાવવામાં આવનાર છે. રજાઓનો દિવસ હોઈ સ્થાનિક વનવાસી વિસ્તારના લોકો રાજ્યભરમાં નોકરી કરતા હોઈ જન્માષ્ટમીને લઈ ખાસ વતન આવતા હોય છે. જન્માષ્ટમી એ સ્થાનિક આદીવાસી સમાજમાં મહત્વનો તહેવાર હોય છે. આ દિવસે કાળીયા ઠાકોરના દર્શન અચૂક કરતા હોય છે, આ માટે રાજ્ય ભરમાંથી આદીવાસી પરિવારો વતન ભણી વાટ પકડતા હોય છે.

આમ આ દીવસોમાં મુસાફરોનો ધસારો વધારે રહેતો હોય છે. આ વખતે વિશેષ આયોજન કરવા સાથે એસટી વિભાગ દ્વારા વધારાની બસ રાજ્યના અલગ અલગ રુટથી શામળાજી સહિત ના વિસ્તારને જોડવામાં આવશે. 5, સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન વધારાની બસ અલગ અલગ રુટથી દોડાવવામાં આવશે.

અમદાવાદ-વડોદરાથી પણ સીધી બસ વધારાઈ

આ દરમિયાન એસટી વિભાગ દ્વારા અમદાવાદ,વડોદરા, નડીયાદ, ગાંધીનગર, લુણાવાડા, હિંમતનગર, મોડાસા, ભિલોડા, બાયડ સહિતના વિસ્તારને સાંકળતા રુટ તૈયાર કરવામાં આવ્યા છે. આ રુટ પર નવી વધારાની બસ આ દિવસો દરમિયાન સંચાલન કરવાને લઈ મુસાફરોને રાહત રહશે.

વધારાની બસને લઈ રિઝર્વેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. એસટી બસમાં રુટ મુજબ ઓન લાઈન બુકીંગ કરી શકાશે. આ ઉપરાંત એસટી બસ સ્ટેશન પર પણ રિઝર્વેશન કરી શકાશે. તેમજ એસટીની એપ્લીકેશન પર પણ રીઝર્વેશન કરી બસની ટિકિટ મેળવી શકાશે. આમ મુસાફરોની સરળતા ખાતર તમામ રીતે આયોજન કર્યાનુ હિંમતનગર એસટી વિભાગીય નિયામક એચએસ જોષીએ જણાવ્યુ છે.

આ પણ વાંચોઃ  Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">