Sabarkantha: તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત, મોટા ભાઈને બચાવવાના પ્રયાસમાં 10 વર્ષની નાની બહેન મોતને ભેટી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ડોડીવાડા તળાવમાં ચાર બાળકો નાહવા માટે પડ્યા હતા. જેમાંથી 2 બાળકો બહાર નિકળી આવ્યા હતા. આ દરમિયાન 2 બાળકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા.

Sabarkantha: તળાવમાં ડૂબતા 2  બાળકોના મોત, મોટા ભાઈને બચાવવાના પ્રયાસમાં 10 વર્ષની નાની બહેન મોતને ભેટી
ભાઈ અને બહેન બંનેનુ ડૂબી જતા મોત
Follow Us:
| Updated on: Jun 25, 2023 | 4:41 PM

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ડોડીવાડા 2 બાળકો તળાવમાં ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે. તળાવ પાસે રમી રહેલા ચાર જેટલા બાળકો નહાવા માટે તળાવમાં પહોંચ્યા હતા અને તળાવમાં ડૂબકીઓ લગાવી હતી. આ દરમિયાન એક 12 વર્ષનો બાળક ડૂબવા લાગતા તેની બહેન તેને બચાવવા માટે થઈને તેની નજીક પહોંચી હતી અને તે પણ ડૂબી જવા પામી હતી. આમ ભાઈને બચાવવા જતા તેની નાની બહેન પણ તળાવમાં ડૂબી જતા મોતને ભેટી હતી.

ઘટના બાદ સ્થાનિક ખેડબ્રહ્માના ફાયર વિભાગને જાણકારી કરવામાં આવી હતી. તરવૈયાઓએ બંને ભાઈ બહેનની લાશને બહાર નિકાળીને સ્થાનિક ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યા તે બંનેને મૃત જાહેર કર્યા હતા.બંને બાળકોની લાશને પોસ્ટ મોર્ટમ કરીને સ્થાનિક પોલીસે મોતનુ સ્પષ્ટ કારણ જાણવા આગળની કાર્યવાહી શરુ કરી હતી.

આ પણ વાંચોઃ Gujarat Video: કડીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો, PM મોદીને કર્યા યાદ

નહાવા પડતા ડૂબ્યા

ડોડીવાડા તળાવ ચોમાસાને લઈને પાણીની મહંદ અંશે ભરાઈ ચુક્યુ છે. વિસ્તારમાં મોટા ભાગના તળાવો બિપરજોય વાવાઝોડાની અસર દરમિયાન ભારે વરસાદ ત્રણ થી ચાર દિવસ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તેમજ ઉપરવાસ વિસ્તારમાં વરસ્યો હતો. ભારે  વરસાદને લઈ સ્થાનિક તળાવો અને સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા હતા. આમ ડોડીવાડા તળાવમાં પાણી વધારે ભરાયેલુ છે. તળાવમાં નવા પાણી ભરેલુ જોઈને સ્થાનિક નજીકમાં રહેલા બાળકો રમતા રમતા નહાવા માટે તળાવમાં જઈને પડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

તળાવમાં નાહવા પડ્યા બાદ થોડીક વાર મસ્તીથી બાળકોએ પાણીમાં નાહવામાં સમય વિતાવ્યો હતો. પરંતુ થોડીક વાર રહીને એક બાળક ડૂબવાનો અહેસાસ થતા બૂમો પાડવા લાગ્યો હતો. જ્યારે અન્ય બે બાળકો ઝડપથી જીવ બચાવવા ગભરાઈને બહાર નિકળી ગયા હતા. જ્યારે 12 વર્ષના ભાઈને ડૂબતો જોઈને 10 વર્ષની બહેન મદદ કરવા તેની નજીક પહોંચી હતી. બહેન ભાઈને બચાવવાના પ્રયાસમાં પોતે પણ ડૂબવા લાગી હતી. આમ ભાઈ અને બહેનનુ એક સાથે જ ડૂબી જવાથી મોત નિપજ્યૂ હતુ.

આ પણ વાંચોઃ  Arun Karthik Century: TNPL માં કાર્તિકે ધમાકેદાર સદી નોંધાવી અપાવી જીત, છગ્ગો ફટકારી રચ્યો ઈતિહાસ!

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">