Gujarat Video: કડીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો, PM મોદીને કર્યા યાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 4:32 PM

Mehsana: મહેસાણાના કડીમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કન્યા કેળવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ યાદ કર્યા હતા.

 

 

મહેસાણા ના કડીમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે દિકરીના શિક્ષણનુ મહત્વ સમજાવ્યુ હતુ. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, કન્યાઓમાં ડ્રોપ રેશીયો ઘટ્યો હોવાનુ કહ્યુ હતુ. અગાઉ 37 ટકા ડ્રોપ આઉટ થતો હતો. અગાઉ 100 ટકા નામાંકન બાળકીઓનુ થતુ નહોતુ અને એમાં 37 ટકા ડ્રોપ આઉટ હતો. હવે રાજ્ય સરકાર 100 ટકા નામાંકન કરાવવા પ્રયાસ કરે છે અને તેમાં ડ્રોપ આઉટ રેશીયો નહિવત કરવામાં આવ્યો છે.

પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પાટીદાર સહિત તમામ સમાજમાં દિકરીના શિક્ષણ આપવાને લઈ જાગૃતી વધી હોવાનુ કહ્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલ અને નિતીન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા, જેમણે મુખ્ય પ્રધાન હોવા દરમિયાન દીકરીઓના શિક્ષણને લઈ ચિંતા દર્શાવી પ્રયાસો શરુ કર્યા હતા. નિતીન પટેલે કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી લોકો પાસે દીકરીઓના શિક્ષણની ભીખ માંગતા અને બીજુ કશુ નથી જોઈતુ એમ કહી કન્યા કેળવણીનો સફળ પ્રયાસ કર્યો હતો.

 

આ પણ વાંચોઃ  Arun Karthik Century: TNPL માં કાર્તિકે ધમાકેદાર સદી નોંધાવી અપાવી જીત, છગ્ગો ફટકારી રચ્યો ઈતિહાસ!

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 25, 2023 04:08 PM
g clip-path="url(#clip0_868_265)">