AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: જીલ્લામાં એકેય જળાશયમાંથી નથી અપાતા ખેડૂતોને કેનાલના પાણી, 2.28 લાખ હેકટર ખેતી પર સંકટ

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના મહત્વના જળાશયોમાં પાણીનો પૂરતો ઝથ્થો નથી, ગુહાઇ સહિત બે જળાશયો ક્રિટીકલ કંડીશનમાં રાખવામાં આવ્યા છે.

Sabarkantha: જીલ્લામાં એકેય જળાશયમાંથી નથી અપાતા ખેડૂતોને કેનાલના પાણી, 2.28 લાખ હેકટર ખેતી પર સંકટ
Hathmati Canal
| Updated on: Aug 24, 2021 | 7:42 PM
Share

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં જળાશયોની સ્થિતિ તળીયા ઝાટક છે. આ દરમ્યાન કેનાલો દ્વારા ખેડૂતોને સિંચાઇ (Irrigation) માટે પાણી આપવાનુ કહેવાયુ હતુ. આમ છતાં એક પણ જળાશયમાંથી હાલમાં ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યુ નથી. તો કેનાલોમાં પાણીના બદલે ગંદકીના ઢગ ખડકાયેલા છે. તો બીજી તરફ 2.28 લાખ હેકટર વિસ્તારમાં કરાયેલ વાવેતર પર સંકટ તોળાયેલુ છે.

ગુહાઇ (Guhai) થી લઇને હરણાવ (Harnav) સુધીના જળાશયો ખાલીખમ છે. જ્યારે જળાશયો જ ખાલીખમ હોય ત્યાં ખેતરના પાકને માટે સિંચાઇના પાણી કેવી રીતે આપી શકાય તેવી વિકટ સ્થિતી સર્જાઇ છે. જીલ્લામાં નાની કે મોટી તમામ કેનાલો પણ કોરી ધાકોર છે. કેનાલોમાં પાણી નહી પરંતુ ગંદકીના ઢગ ખડાકાયેલી હાલત છે. આવી સ્થિતીમાં જીલ્લામાં ખેતી પર હવે સંકટ ના વાદળો વધુ ઘેરા બન્યા છે. સાબરકાંઠા જીલ્લામાં વરસાદ માંડ 32 ટકા જેટલો વરસ્યો છે. આવી સ્થિતીમાં ખેતીની બચાવવી મુશ્કેલ થઇ રહી છે.

સાબરકાંઠા જીલ્લામાં 2.32 હેકટર વિસ્તાર ખેતી લાયક જમીન છે. જેમાંથી 2.28 લાખ હેકટર વિસ્તારમાં ખેતી કરાઇ છે. એટલે કે 98 ટકા વિસ્તારમાં ખેતી થઇ હતી. જેની સામે વરસાદ નહી વરસવાને લઇને ખેતી પર સંકટ તોળાવા લાગ્યુ છે. 75,600 હેકટર વિસ્તારમાં મગફળી, 42,300 હેકટર વિસ્તારમાં કપાસનુ વાવેતર થયુ છે. આ ઉપરાંત જીલ્લામાં અડદ, મકાઇ અને સોયાબીન જેવા પાકોનુ વાવેતર થયેલુ છે.

વરસાદી ઝાપટાંથી આંશિક રાહત

જીલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા પાકને બચાવવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવાની શરુઆત કરાઇ છે. ચોમાસા ના એક બાદ એક દિવસો કોરા પસાર થઇ રહ્યા છે. સાબરકાંઠામાં માત્ર 32 ટકા વરસાદ વરસ્યો છે. આમ 68 ટકા વરસાદની ખોટ વર્તાઇ રહી છે. ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી ઓછો માત્ર 23 ટકા વરસાદ વરસ્યો છે.

સાબરકાંઠા ના જીલ્લા ખેતીવાડી અધિકારી વીકે પટેલે કહ્યુ હતુ કે, જીલ્લામાં હાલમાં 32 ટકા જ વરસાદ વરસ્યો છે. આવી સ્થિતીમાં ખેતીના પાક પર મુશ્કેલી સ્વાભાવિક છે. પરંતુ હાલમાં વરસાદી ઝાપટાએ પાકને રાહત સર્જી છે. જિલ્લામાં 2.28 લાખ હેકટર વિસ્તારમાં વાવણી થઇ હતી. આમ પાકને ઓછા પાણી થી બચાવાવ માટે જરુરી માર્ગદર્શન ખેડૂતોને હાલમાં આપવામાં આવી રહ્યુ છે.

જળાશયોમાં તળીયા ઝાટક કેનાલમાં પાણી નહી

કેનાલો દ્વારા સિંચાઇને લઇને વાત કરવામાં આવે તો, જિલ્લામાં એક પણ જળાશયમાંથી પાણી આપવામાં આવતુ નથી. જીલ્લામાં ખેડૂતોને હાલમાં કેનાલ મારફતે પાણી મળે તેવી સંભાવનાઓ પણ નહીવત જેવી સ્થિતી છે. કારણ કે જળાશયોમાં પાણીનો ઝથ્થો અપૂરતો છે. જે જળ ઝથ્થો મહંદઅંશે પિવાના પાણી તરીકે રિઝર્વ રાખવામાં આવી રહ્યો છે. વર્તમાન ચોમાસા દરમ્યાન નવા પાણીની આવકો પણ જળાશયોમાં થઇ શકી નથી.

સ્થિતિની સમીક્ષા બાદ ખેતીમાં પાણીનો નિર્ણય

આવી સ્થિતીમાં હવે જળશયોની સ્થિતિની પણ કપરી બની ચુકી છે. પિવાના પાણી અંગેના રિઝર્વ ઝથ્થાની સમીક્ષા બાદ બે જળાશયોમાંથી ખેડૂતોને અત્યંત કપરી સ્થિતિ સર્જાવાના સમયે કેનાલના પાણી અપાશે. તેવી વિચારણા હાલમાં ચાલી રહી છે.

હિંમતનગર સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેર આરએન પટેલે કહ્યુ હતુ કે,સાબરકાંઠા જિલ્લામાં હાલમાં જળાશયોમાંથી પાણી અપાઇ રહ્યા નથી. પીવાના પાણી અંગેના રિઝર્વ જથ્થાની સમિક્ષા કર્યા બાદ ખેતી માટે પાણી અપાશે.

સાબરકાંઠાઃ જળાશયોની સ્થિતી (ટકામાં)

ગુહાઇ જળાશય 10.95

હાથમતી જળાશય 32.40

હાથમતી જળાશય

હરણાવ જળાશય 29.85 જવાનપુરા જળાશય 05.83 ખેડવા જળાશય 12.12 ગોરઠીયા 19.52

આ પણ વાંચોઃ Afghanistan latest Update: અફઘાનિસ્તાન સંકટ પર વડાપ્રધાન મોદીએ રશિયાનાં પીએમ પુટીન સાથે 45 મિનિટ ચર્ચા કરી

આ પણ વાંચોઃ  IND vs ENG: ટીમ ઇન્ડીયા ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં 2 પરિવર્તન કરીને ચાલી શકે છે આ દાવ!

g clip-path="url(#clip0_868_265)">