IND vs ENG: ટીમ ઇન્ડીયા ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં 2 પરિવર્તન કરીને ચાલી શકે છે આ દાવ!
દરેક મેચને જીતવા માટે એક યોગ્ય ટીમ, તેના માટે યોગ્ય કોંમ્બિનેશનની પસંદગી કરવી જરુરી હોય છે. તે રણનિતીના રુપમાં હે઼ડિંગ્લે (Headingley) ની પરિસ્થીતીને જોતા ભારતીય ટીમમાં 2 પરિવર્તન કરવાના પગલા ભરી શકે છે.
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી 2 ટેસ્ટ મેચમાંથી 1 મેચ લોર્ડઝ ટેસ્ટ જીતી લીધી છે. આમ ભારતીય ટીમ (Team India) 1-0 થી લીડ સાથે 5 મેચની સિરીઝમાં આગળ છે. આ દરમ્યાન હવે ભારત હરીફ ટીમને એવી તક નહી મળવા દે કે, જેમાં ઇંગ્લેન્ડ સિરીઝમાં પરત ફરી શકે. વિરાટ કોહલી (Virat Kohli) અને તેની ટીમ પાસે ઇંગ્લેન્ડને તેના જ ઘરમાં હરાવવા માટેનો સોનેરી મોકો બન્યો છે. આ કારણથી હેડિગ્લેંમાં ટીમ ઇન્ડીયા એ ચાલ બદલી લીધી છે.
નવી ચાલ મુજબ હવે ત્રીજી ટેસ્ટની પ્લેયીંગ ઇલેવન (Playing XI) માં 2 પરિવર્તન થઇ શકે છે. દરેક મેચને જીતવા માટે એક યોગ્ય ટીમ, તેના યોગ્ય કોમ્બિનેશન પસંદ કરવી જરુરી છે. જે રણનિતીના મુજબ હેડિંગ્લે (Headingley) ની પરિસ્થિતીને જોતા ભારતીય ટીમ 2 પરિવર્તન કરવાનુ પગલુ ભરી શકે છે.
ટીમ ઇન્ડિયામાં મિડલ ઓર્ડર અને બોલિંગ મોરચે આ બે ફેરફારો જોઇ શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ બે ફેરફારો દ્વારા, ભારતીય થિંક ટેન્કનો ઉદ્દેશ હેડિંગ્લે અનુસાર બોલિંગ કોમ્બિનેશનને વ્યવસ્થિત કરવાનો હોઈ શકે છે. ટીમ ઇન્ડિયાનો ટોચનો ક્રમ એટલે કે ઉપરનો બેટિંગ ઓર્ડર પ્રથમ બે ટેસ્ટ જેવો દેખાઈ શકે છે.
ત્રીજી ટેસ્ટમાં અશ્વિન પરત ફરી શકે છે
ટીમ ઇન્ડિયામાં પ્રથમ ફેરફાર અશ્વિનના લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાનારી ત્રીજી ટેસ્ટ માટે પરત ફરવાના સ્વરૂપમાં થશે. હેડિંગ્લેમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અશ્વિનને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. ક્રિકેટ પંડિતો પણ સતત આ ફેરફારની વકિલાત કરી રહ્યા છે. લીડ્સમાં અશ્વિનનુ રમવુ એટલા માટે નિશ્ચિત છે, કે આ મેદાન પર શ્રેણીની શરૂઆત પહેલા તેણે ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સરે તરફથી રમતી વખતે એક ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. બીજી તરફ જાડેજા પ્રથમ બે ટેસ્ટમાં એક પણ વિકેટ લઇ શક્યો નથી.
શાર્દૂલ પણ ફીટ થઇને ત્રીજા ટેસ્ટ માટે તૈયાર
ટીમમાં બીજુ પરિવર્તન બોલીંગ ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકૂર ના રુપમાં જોઇ શકાય છે. પ્લેયીંગ ઇલેવનમાં તેના સ્થાને અનુભવી ઇશાંત શર્માની જગ્યા બનતી જોઇ શકાઇ હતી. શાર્દૂલે નોટિંગહામ ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી. તેના બાદ ઇજાને લઇને તેણે લોર્ડઝ ટેસ્ટમાંથી બહાર થવુ પડ્યુ હતુ. હવે તે ફીટ થઇને ત્રીજી ટેસ્ટમાં ઉતરવા માટે તૈયાર છે.
શાર્દૂલમાં બોલની સાથે સાથે બેટથી પણ કમાલ કરવા માટેનો દમ ધરાવે છે. આ જ કારણ છે કે, લોર્ડઝ ટેસ્ટમાં 5 વિકેટ લેનારા ઇશાંત શર્માની જગ્યાએ, લીડ્સમાં ટીમ ઇન્ડીયા તેને પ્લેયીંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે.
ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયાની સંભવિત પ્લેયીંગ ઇલેવન
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર.