સાબર ડેરીએ શુદ્ધ ઘીના ભાવમાં કર્યો ઘટાડો, જાણો કેટલા રુપિયા ઘટ્યા
સાબરડેરીની ચૂંટણી પૂર્ણ થવા બાદ તુરત હવે સાબર ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. પ્રતિ કિલોગ્રામ 25 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગત જાન્યુઆરી માસમાં પણ લગ્નસરાનીં શરુઆતે જ સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો હતો. આમ ટૂંકા સમયમાં ફરી એકવાર શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવતા ઉનાળું લગ્નસરા શરુ થતા પહેલા જ રાહત આપી છે.
સાબરડેરીએ ફરી એકવાર શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. સાબરડેરી દ્વારા સાબર ઘીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. આ પહેલા સાબરડેરી દ્વારા અમૂલ ઘીના ઉત્પાદન કરીને સ્થાનિક સ્તરે વેચાણ કરતું હતુ. હવે સાબર શુદ્ધ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.સાબર ઘીના ભાવમાં ઉનાળું લગ્ન સરા પહેલા અને હાલમાં હોળીના જેમના તહેવારો પહેલા ઘટાડો કરવામાં આવતા મોટી રાહત સર્જાઈ છે.
શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કરવાને લઈ લગ્ન અને જેમના પ્રસંગોને લઈ મોટી રાહત મધ્યમ અને નિમ્ન મધ્યમવર્ગના પરિવારો સહિતને થઈ છે. અમૂલ અને સાબર ઘીને માંગ સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં રહેતી હોય છે.
પ્રતિકિલો 25 રુપિયાનો ઘટાડો
સાબર શુદ્ધ ઘીના ભાવમાં સાબરડેરીએ 25 રુપિયા જેટલો પ્રતિ કિલોએ કર્યો છે. આમ હવે શુદ્ધ ઘી 600 રુપિયાના ભાવે પ્રતિ કિલો બજારમાં મળશે. નવો ભાવ 14, માર્ચ 2024 થી અમલમાં આવશે. આમ નવા ભાવ પ્રમાણે 15 કિલોગ્રામનો શુદ્ધ ઘીનો ડબ્બો 9000 રુપિયાના ભાવે પડશે. અગાઉ સાબર ઘીનો ભાવ પ્રતિ 15 કિલોએ 9375 રુપિયા જેટલો હતો. આમ પ્રતિ કિલો 625 રુપિયાનો ભાવ શુદ્ધ ઘીનો હતો.