AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking : સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો, મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારમાં કમોસમી વરસાદ શુક્રવારે મોડી રાત્રી દરમિયાન વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો.

Rain Breaking : સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો, મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
Change weather in Sabarkantha
| Updated on: Apr 29, 2023 | 8:54 AM
Share

સાબરકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સતત ત્રણ દિવસથી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રી દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરના મોટા ભાગના વિસ્તારો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મોડી રાત્રી દરમિયાન વરસ્યો હતો. શુક્રવારે જિલ્લામાં પોશીના તાલુકાને બાદ કરતા જિલ્લાના તમામ તાલુકામાં 4 થી 8 મીમી સુધીનો કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ અગાઉ પણ છેલ્લા બે માસ ખેડૂતોએ મોટુ નુક્શાન વેઠ્યુ છે, ત્યા હવે ફરી કમોસમી વરસાદના રાઉન્ડને લઈ ખેડૂતો પરેશાન થયા છે.

હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રી દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે બપોર બાદ વાતાવરણ બદલાયુ હતુ. આ દરમિયાન જોકે મોડી સાંજ સુધી વરસાદ નહીં વરસતા એક રીતે રાહત લાગી રહી હતી. પરંતુ મોડી સાંજ બાદ વાતાવરણમાં ઉકળાટ સર્જાયા બાદ રાત્રીના પોણા બાર વાગ્યાના અરસા દરમિયાન વરસાદી માહોલ સર્જાયો હતો. એકા એક જ વરસાદ ગાજવા લાગ્યો હતો અને વિજળીઓ આકાશમાં થવા લાગી હતી.

આ પણ વાંચોઃ કલેકટરનો ઓર્ડર હોઈ દાગીના પહેરી જાહેર રસ્તા પર ફરવુ નહીં-કહી 5 લાખ રુપિયાના સોનાના દાગીના લઈ ગઠીયા ફરાર

સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ

આ પહેલા બુધવારે પશ્વિમી પટ્ટાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા વરસ્યા હતા . ત્યાર બાદ ગુરુવારે વડાલી અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈ વડાલી પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

વડાલી તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે બપોરબાદ વાતાવરણ પલટતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. વડાલીના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને થુરાવાસ, વડગામડા અને હિંમતપુર વિસ્તારમાં વરસાદી માહોલ થયો હતો.

શનિવારે સવારે પણ વરસાદ વરસ્યો

શુક્રવારે મોડી રાત્રી દરમિયાન વરસાદ વરસ્યા બાદ શનિવારે વહેલી સવારે જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લાના વિજયનગર, વડાલી અને ઈડર તાલુકાઓમાં સવારે છ થી આઠ કલાક દરમિયાન 4 થી 5 મીમી વરસાદ વરસાદ વરસ્યો હતો.

અંતિમ 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  1. હિંમતનગર 08 મીમી
  2. ઇડર 08 મીમી
  3. વડાલી 07 મીમી
  4. વિજયનગર 06 મીમી
  5. પ્રાંતિજ 05 મીમી
  6. ખેડબ્રહ્મા 04 મીમી
  7. તલોદ 04 મીમી

આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">