Rain in Sabarkantha: સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, પોશીના તાલુકામાં 6 ઈંચ, વિજયનગરમાં અઢી ઈંચ નોંધાયો

Rainfall Report: સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને લઈ સ્થાનિક નદીઓમાં નવા પાણી વહ્યા હતા. ધરોઈ જળાશયમાં પણ પાણીની નવી આવક નોંધાઈ હતી.

Rain in Sabarkantha: સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, પોશીના તાલુકામાં 6 ઈંચ, વિજયનગરમાં અઢી ઈંચ નોંધાયો
Heavy rain in Poshina
Follow Us:
| Updated on: Jun 18, 2023 | 10:04 AM

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં વરસ્યો છે. છેલ્લા બે દિવસથી પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોશીના તાલુકામાં વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને તલોદને બાદ કરતા અન્ય 6 તાલુકાઓમાં એકંદરે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વરસાદને લઈ સ્થાનિક નદી અને તળાવોમાં પાણીની આવકો નોંધાઈ હતી. પોશીના વિસ્તારમાંથી પસાર થતી સ્થાનિક પનારી નદી બે કાંઠે સિઝનના પ્રથમ વરસાદે જ જોવા મળી હતી. પોશીનાના લાંબડીયા, પાંચ મહુડા, કોટડા, ગણેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ સ્થાનિક ખેડૂતોને રાહત સર્જાઈ હતી અને વાવણી વેળાસર થઈ શકશે.

પોશીનામાં 6 ઈંચ વરસાદ

જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી વિસ્તારમાં ધોધમાર વરસાદ બિપરજોય વાવાઝોડાની અસરને લઈ વરસી રહ્યો છે. પોશીનામાં શુક્રવારે સાડા ત્રણ ઈંચથી વધારે વરસાદજ વરસ્યો હતો. જ્યારે શનિવારે સવારથી 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી સાંજ સુધી પોશીનામાં વરસાદી માહોલ રહ્યો હતો. મોડી સાંજે વરસાદ રોકાયા બાદ મધ્યરાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

પોશીના ઉપરાંત વિજયનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, ઈડર અને વડાલીમાં એક એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્માંમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને તલોદ તાલુકામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

સાબરકાંઠામાં નોંધાયેલ વરસાદ (In MM)
તાલુકો નોંધાયેલ વરસાદ સિઝનનો કુલ વરસાદ
પોશીના 151 255
વિજયનગર 63 138
ઈડર 28 147
હિંમતનગર 26 86
વડાલી 21 136
ખેડબ્રહ્મા 15 106
પ્રાંતિજ 04 63
તલોદ 04 55

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

અરવલ્લીમાં નોંધાયેલ વરસાદ (In MM)
તાલુકો નોંધાયેલ વરસાદ સિઝનનો કુલ વરસાદ
ભિલોડા 24 61
મોડાસા 09 83
ધનસુરા 09 74
માલપુર 07 28
મેઘરજ 06 14
બાયડ 04 42

ધરોઈ ડેમમાં નોંધાઈ નવા પાણીની આવક

ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને લઈ સાબરકાંઠા જિલ્લાની પનારી સહિતના સ્થાનિક નદીઓમાં નવા પાણી વહ્યા હતા. ચોમાસાની શરુઆતે જ પનારી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. આ નદી સાબરમતી નદીમાં ભળે છે. રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા પાણી આવ્યા હતા. આમ ધરોઈ ડેમમાં શનિવારે સાંજથી નવા પાણીની આવકો નોંધાઈ હતી. સવારે 8 કલાક સુધી 12 હજાર ક્યુસેકસ કરતા વધુની આવક સતત ગઈ રાત્રીના 8 વાગ્યાથી નોંધાઈ રહી છે. આમ ધરોઈમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.

આ પણ વાંચોઃ  Gujarat Video: અમદાવાદ-ઉદયપુર હાઈવે પર હિંમતનગર પાસેના નવા ઓવરબ્રિજમાં ગાબડુ પડ્યુ, વરસાદે ખોલી પોલ!

સાબરકાંઠા અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">