Gujarat Video: અમદાવાદ-ઉદયપુર હાઈવે પર હિંમતનગર પાસેના નવા ઓવરબ્રિજમાં ગાબડુ પડ્યુ, વરસાદે ખોલી પોલ!

Sabarkantha: ચોમાસાની શરુઆતે હજુ માંડ એકાદ બે ઈંચ વરસાદ વરસ્યો છે, ત્યાં હિંમતનગર નજીક ઓવરબ્રિજમાં ગાબડુ પડ્યુ છે. શરુઆતના વરસાદે જ ભ્રષ્ટાચારની પોલ ખોલી હોય એમ પ્રોટેક્શન વોલ ધોવાઈ ગઈ હતી.

| Updated on: Jun 17, 2023 | 9:03 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો સિક્સ લાઈન ઓવરબ્રિજની સાઈડની પ્રોટેક્શન વોલમા ગાબડા પડ્યા છે. સાબરડેરી નજીક બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પર થી થોડાક સમય અગાઉ જ વાહન વ્યવહાર શરુ થયો છે. પુલનુ કેટલુક કામ બાકી છે, પુલ પર લાઈટો લગાડવાથી લઈને કેટલાક અંતિમ તબક્કાના કામ બાકી છે. ચિલોડાથી વાયા હિંમતનગર થઈને શામળાજી જતા નેશનલ હાઈવેને સિક્સ લાઈન કરવામાં આવી રહ્યો છે. પરંતુ પુલના કામ અત્યંત હલકી ગુણવત્તાના હોવાની રજૂઆતો સ્થાનિક આગેવાનોએ કરી હતી. આમ છતાં પણ આવી જ કામગીરી રહી છે.

ચોમાસાની શરુઆતમાં હજુ માંડ એકાદ બે ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યાં જ આ ઓવરબ્રિજમાં ગાબડુ પડવાને લઈ ભ્રષ્ટાચારની પોલ છતી થઈ હોવાનુ લાગી રહ્યુ છે. તો વળી ભારે વાહન વ્યવહાર ધરાવતા ઓવરબ્રિજમાં ગાબડુ પડવા છતાં કોઈ જ અધિકારી સ્થળ પર ફરક્યા નથી કે, ઓવરબ્રિજના કામને લઈ કોઈ જ ટકોર કરવામાં આવી નથી. હજુ હિંમતનગર શહેર નજીક નેશનલ હાઈવે ના બે મોટા ઓવરબ્રિજ બની રહ્યા છે. અહીં પણ આવી જ કચાશ રહી જશે તો કાયમી જોખમ તોળાઈ રહેવાનો ભય સર્જાયો છે.

આ પણ વાંચોઃ Pakistan, ODI World Cup: પાકિસ્તાન વિશ્વકપ રમવા ભારત નહીં આવે? અમદાવાદમાં રમવાને લઈ નજમ સેઠીના જવાબથી મચ્યો હડકંપ

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">